કેટલાક કેસોમાં કેન્દ્ર સરકાર સાથે વિચાર વિનિયમ કયૅવા પછી રાજય સરકારે કાર્ય કરવા બાબત - કલમ:૪૩૫

કેટલાક કેસોમાં કેન્દ્ર સરકાર સાથે વિચાર વિનિયમ કયૅવા પછી રાજય સરકારે કાર્ય કરવા બાબત

(૧) જે કોઇ કેસમાં નીચેના ગુના માટે સજા થયેલ હોય તે કેસમાં કલમો ૪૩૨ અને ૪૩૩થી રાજય સરકારને અપાયેલ સતા કેન્દ્ર સરકાર સાથે વિચાર વિનિમય કયૅ વિના રાજય સરકારથી વાપરી શકાશે નહી

(ક) જે ગુનાની દિલ્હી સ્પેશિયલ પોલીસ સંસ્થા અધિનિયમ ૧૯૪૬ હેઠળ રચાયેલ દિલ્હી સ્પેશિયલ પોલીસ સંસ્થાએ અથવા આ અધિનિયમ સિવાયના કોઇ પણ કેન્દ્રીય અધિનિયમ છેઠળ ગુનાની પોલીસ તપાસ કરવા માટે અધિકૃત બીજી કોઇપણ એજન્સીએ કરેલ હોય તે ગુનો અથવા

(ખ) જે ગુનામાં કેન્દ્ર સારકારની માલિકીની કોઇ પણ મિલકતનો દુવિનિયોગ કે નાથ કરવાનું અથવા તેને નુકશાન પહોંચાડવાનુ સમાવિષ્ટ હોય તે ગુનો અથવા । તે (ગ) કેન્દ્ર સરકારની નોકરીમાં હોય તે વ્યકિતએ પોતાની હોદાગત ફરજ બજાવતા કરેલ

કે કરવાનું અભિપ્રેત હોય તો ગુનો (૨) કોઇ વ્યકિત અનેક ગુનાઓ અંગે દોષિત ઠરેલ હોય અને તે પૈકીના કેટલાક સંઘની કારોબારી સતા હેઠળની બાબતોને લગતો હોય અને તે વ્યકિતને જુદીજુદી મુદ્દતની કેદની સજા થયેલ હોય અને તે રાજાઓ સાથે સાથે ભોગવવાની હોય ત્યારે તે વ્યકિત સંબંધમાં સજાની મોકુફી માફી કે ઘટાડા અંગેનો રાજય સરકારનો કોઇ હુકમ સંઘની કારોબારી સતા હેઠળની બાબત સબંધી તે વ્યકિતએ કરેલ ગુના સબંધમાં તેવી સજાઓની યથાપ્રસંગ મોકુફી માફી કે ઘટાડો અંગેનો હુકમ કેન્દ્ર સરકારે પણ કરેલો ન હોય તો અમલમાં આવશે નહી