
કયા કેસોમાં જામીન લઇ શકાય
(૧) જેના ઉપર બિન જામીની ગુનાનો આરોપ ન હોય તે કોઇ વ્યકિતને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી વગર વોરંટે પકડે કે અટકમાં રાખે અથવા કોઇકોટૅ સમક્ષ તે હાજર થાય કે તેને રજુ કરવામાં આવે અને તે એવા અધિકારી કસ્ટડીમાં હોય ત્યારે કોઇ પણ સમયે અથવા એવી કોટૅ સમક્ષની કાયૅવાહીના કોઇ પણ તબકકે જામીન આપવા તૈયાર થાય ત્યારે તે વ્યકિતને જામીન ઉપર છોડવામાં આવશે
પરંતુ એવો અધિકારી કે કોટૅ પોતાને યોગ્ય લાગે તો (જો કોઇ વ્યકિત અકિંચન હોય અને તે જામીન પુરા પાડી શકે તેમ ન હોય તો) વ્યકિતના જામીન લેવાને બદલે આ અધિનિયમમાં હવે પછી ઠરાવ્યા પ્રમાણે હાજર થવા માટે તે વ્યકિત જામીન અથવા જામીન વિનાનો મુચકો આપે ત્યારે તેને છોડી મુકી શકાશે
વધુમાં આ ક્લમના કોઇ મજકુરથી ક્લમ ૧૧૬ની પેટા ક્લેમ (૩)ની (અથવા કલમ ૪૪૬-ક-ની) જોગવાઇઓને બાધ આવતો હોવાનું ગણાશે નહી
સ્પષ્ટીકરણ:- કોઇપણ વ્યકિતને અટક કરાયાની તારીખથી એક અઠવાડિયામાં જામીન આપી ન શકે ત્યારે અધિકારી અથવા તો અદાલતે એવુ ચોકકસ માનવાને પુરતુ કારણ છે તે વ્યકિત આ જોગવાઇઓના હેતુસર અકિંચન છે તેવુ અનુમાન કરવાનુ રહેશે (૨) પેટા કલમ (૧)માં ગમે તે મજકુર હોવા છતા હાજર રહેવાના સમય અને સ્થળ સંબંધી જામીન મુચરકાની શરતો કોઇ વ્યકિતએ પાળેલ ન હોય ત્યારે તે જ કેસમાં પછીના કોઇ પ્રસંગે તે કોટૅ સમક્ષ હાજર થાય અથવા તેને પહેરા હેઠળ લાવવામાં આવે તો કોટૅ તેને જામીન ઉપર છોડવાની ના પાડી શકશે અને એવી રીતે ના પાડવાની કલમ ૪૪૬ હેઠળ એવા મુચરકાથી બંધાયેલ કોઇ વ્યક્તિને દંડ ભરવાનું ફરમાવવાની કોર્ટની સતાને બાધ આવશે નહી.
Copyright©2023 - HelpLaw