
વધુમાં વધુ કયાં સુધી કોઇપણ માણસને ટ્રાયલ દરમ્યાન અટકાયત કરી શકાય
જયારે વ્યકિતને તપાસ પુછપરછ કે આ અધિનિયમ હેઠળ કેસના સમય દરમ્યાન કોઇ કાયદા હેઠળ (એવો કોઇ ગુનો નહિ કે જે માટે તે કાયદા હેઠળ મૃત્યુદંડની શિક્ષા એક શિક્ષા તરીકે દિષ્ટ કરવામાં આવી હોય) તો તે કાયદા હેઠળ તે ગુના માટે નિર્દિષ્ટ મહતમ કેદના સમયના અડધા કરતા વધારે સમય માટે અટકાયતમાં રહેલી હોય ત્યારે તેમને જામીન વિના અથવા પોતાના અંગત ખત પર જામીન પર છોડવામાં આવશે
જોગવાઇ કરવામાં આવી છે કે પબ્લિક પ્રોસીકયુટરને સાંભળ્યા પછી અને ને લેખિતમાં તે અંગેના કારણો નોંધી તે સમયના અડધા કરતા વધારે લાંબા સમય માટે આવી વ્યકિતની અટકાયત ચાલુ રાખવા હુકમ કરી શકશે અથવા જામીન વિના અથવા અંગત ખત પર જામીન પર છોડી શકશે વધુમાં જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ પણ આવી વ્યકિતને તે કાયદા હેઠળ તે ગુના માટે જોગવાઇ કરેલ મહતમ સમય કેદ કરતા વધારે સમય તપાસ પુછપરછ કે કેસ દરમ્યાન અટકાયતમાં રાખી શકાશે નહિ.
સ્પષ્ટીકરણઃ- જામીન મંજુર કરવા માટે આ કલમ હેઠળ અટકાયતના સમયની ગણતરી કરવા માટે આરોપી દ્રારા કરવામાં આવેલ કાયૅવાહીઓને કારણે થયેલ વિલંબ જામીન મંજુર કરવા માટે બાકાત કરવામાં આવશે
Copyright©2023 - HelpLaw