આરોપીને આગળની એપેલેટ કોટૅ સમક્ષ હાજર થવા માટે જામીનની જરૂરિયાત
(૧) સમીક્ષા પુરી થાય તે અગાઉ અને અપીલનો નિકાલ થાય તે અગાઉ સમીક્ષ કરનારી અદાલત અથવા અપીલ અદાલત જેમ કિસ્સો હશે તેમ આરોપીને જામીનો સાથેનુ જામીનખત બનાવવાનુ જણાવશે જેથી જે તે અદાલતના નિણૅય સબંધમાં અથવા અરજીના કિસ્સામાં તે ઉપલી અદાલત સમક્ષ જયારે એ અદાલત નોટીશ કાઢે ત્યારે રજુ થઇ શકે અને આવા બેઇલ બોન્ડઝ (જામીનખતો) છ માસ માટે અમલમાં રહેશે (૨) જો આરોપી હાજર થવામાં નિષ્ફળ જશે તો જામીનખત જપ્ત કરાશે અને કલમ-૪૪૬ હેઠળની કાયૅરીતી લાગુ પડશે
Copyright©2023 - HelpLaw