જેને પકડવાની ઘારતી હોય તે વ્યકિતને જામીન ઉપર છોડવાનો આદેશ
જયારે કોઇ વ્યકિતને એમ માનવાને કારણ હોય કે બિન જામીન પાત્ર ગુનો કર્યં । હોવાનો આરોપ પર તેની ધરપકડ કરવામાં આવેશે ત્યારે તે આ કલમ હેઠળ આદેશ માટે હાઇકોટૅ અથવા સેશન્સ કોર્ટને અરજી કરી શકશે અને તે કોર્ટે જો તેને યોગ્ય લાગે તો ફરમાવી શકે કે એવી ધરપકડના પ્રસંગે તેને જામીન પર છોડવામાં આવશે અને કોર્ટે અન્ય બાબતો લઇને નીચેના પરિબળો ધ્યાનમાં લઇને
(૧) દોષરોપણની ગંભીરતા (૨) એવી હકીકત સહિત અરજદારનો પુવૅઇતિહાસ કે શુ અગાઉ તેમને કોઇ ગુનાની નોંધ લઇ શકાય તેવા
ગુના બાબતમાં અદાલત દ્રારા કોઇ કેદ થયેલી છે (૩) અરજદારની ન્યાયમાંથી ભાગી જવાની શકયતા અને
(૪) જયાં દોષરોપણ અરજદારની ધરપકડ કરવા ૬૦૦ ારા તેમને હાનિ અથવા હલકા પાડવા માટે કરવામાં આવ્યુ હોય ત્યારે
કયાં તો તુતૅ જ અરજી નામંજુર કરશે અથવા આગોતરા જામની મંજુર કરવા માટે વચગાળનો હુકમ કરશે
જોગવાઇ કરવામાં આવી છે કે જયારે કિસ્સા પ્રમાણે હાઇકોર્ટ કે સેશન્સ કોર્ટ પેટા કલમ હેઠળ કોઇ
વચગાળાનો હુકમ કર્યો ન હોય અથવા આગોતરા જામીન મંજુર કરવા માટેની અરજી નામંજુર કરી હોય ત્યારે
પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવતા અધિકારીને વોરન્ટ વિના અરજદારની ધરપકડ આવી અરજીમાં વ્યકત
કરવામાં આવેલ ભયના આધાર પર કરી શકવાની છુટ રહેશે
(૧-એ) જયાં અદાલત પેટા કલમ (૧) હેઠળ વચગાળાનો હુકમ મંજુર કરે ત્યારે એવી દષ્ટિથી પબ્લિક
પ્રોસીકયુટર અને પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટને આવા હુકમની નકલ સાથે ઓછામાં ઓછા સાત દિવસની કારણ નોટીશની બજવણી તુતૅ કરવી પડશે જેથી પબ્લિક પ્રોસીકયુટરને જયારે અરજીની આખરી સુનાવણી અદાલત દ્રારા કરવામાં આવે ત્યારે સુનાવણીની વ્યાજબી તક રહે
(૨-બી) આગોતરા જામીનની માંગણી કરતા અરજદારની હાજરી અદાલત દ્રારા આખરી હુકમ કરતી વખતે અને અરજીની આખરી સુનાવણી કરવાના સમયે ફરજિયાત રહેશે
જો અરજી પબ્લિક પ્રોસીકયુટર દ્રારા અરજી કરવામાં આવી હોય ત્યારે અદાલત ન્યાયના હિતમાં આવી
હાજરી બાબત આવશ્યક વિચારણા કરશે (૨) જયારે હાઇકોર્ટ કે સેશન્સ કોર્ટે પેટા કલમ (૧) હેઠળ આદેશ આપે ત્યારે નીચેની શરતો સહિત કોઇ ચોકકસ કેસની હકીકત ધ્યાનમાં લઇને એવા આદેશમાં પોતાને મુકવાનુ યોગ્ય લાગે તેવી શરતો તે મુકી શકશે (ક) શરત એ કે પોલીસ અધિકારી જયારે એન જયાં તપાસ માટે હાજર થવાનુ ફરમાવે ત્યારે અને ત્યાં તે વ્યકિતએ હાજર રહેવુ જોઇશે
(ખ) શરત એ કે કેસની હકીકતોથી વાકેફ હોય તે કોઇ વ્યકિત તે કોર્ટે કે કોઇ પોલીસ અધિકારીને એવી હકીકતો જાહેર ન કરે તેમ તેને સમજાવવા માટે તેને કઇ લાલચ ધમકી કે વચન સીધી કે આડકતરી રીતે તેણે આપવુ જોઇશે નહી.
(ગ) શરત એ કે કોર્ટની અગાઉથી પરવાનગી મેળવ્યા વિના તે વ્યકિત ભારત છોડશે નહી. (ઘ) કલમ ૪૩૭ હેઠળ જામીન ઉપર છોડવામાં આવેલ હોય તેમ માનીને તે કલમની પેટા કલમ (૩) હેઠળ મુકી શકાય તે બીજી શરત
(૩) તે વ્યકિતને એવા આરોપસર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી ત્યારે પછી વગર વોરંટે પકડે અને ધરપકડને સમયે અથવા એવા અધિકારીની કસ્ટડીમાં હોય તે દરમ્યાન તે કોઇ પણ સમયે જામીન આપવ તૈયાર હોય તો તેને જામીન ઉપર છોડવામાં આવશે અને એવા ગુનાની ઇન્સાફી કાર્યવાહી શરૂ કરનાર મેજિસ્ટ્રેટ એવો નિણૅય કરે કે તે વ્યકિત વિરૂધ્ધ પ્રથમ તો વોરંટ કાઢવુ જોઇએ તો પેટ કલમ (૧) હેઠળના કોટૅના આદેશ સાથે સુસંગત જામીની વોરંટ તેણે કાઢવુ જોઇશે
Copyright©2023 - HelpLaw