
જામીન સબંધી હાઇકોટૅની કે સેશન્સ કોટૅની ખાસ સતા
(૧) હાઇકોટૅ અથવા સેશન્સ કોટૅ નીચેનો આદેશ આપી શકશે (ક) કસ્ટડીમાં હોય તેવા કોઇ ગુનાના આરોપીને જામીન ઉપર છોડવાનો અને ગુનો કલમ ૪૩૭ની પેટા કલમ (૩)માં નિદિષ્ટ કરેલા પ્રકારનો હોય તો તે પેટા કલમમાં જણાવેલા હેતુઓ માટે પોતે જરૂરી ગણે તેવી શરત મુકવાનો (ખ) કોઇ વ્યકિતને જામીન ઉપર છોડતી વખતે મેજિસ્ટ્રેટે મુકેલી કોઇ શરત રદ કરવાનો કે તેમા ફેરફાર કરવાનો
પરંતુ જે ગુના ની ઇન્સાફી કાયૅવાહી માત્ર સેશન્સ કોટૅથી જ થઇ શકે તેવા ગુનાના અથવા એવી રીતે જ કાયૅવાહી થઇ શકે તેવો ગુનો ન હોવા છતા જે ગુનો જન્મટીપની શિક્ષાને પાત્ર હોય તેવા ગુનાનો જેના ઉપર આરોપ હોય તે વ્યકિતને જામીન ઉપર છોડતા પહેલા પબ્લિક પ્રોસિકયુટરને જામીન માટેની અરજીની નોટીશ આપવી શકય નથી તેવો પોતાનો લેખિત કારણોસર અભિપ્રાય હોય તે સિવાય હાઇકોટૅ કે સેશન્સ કોટૅ પબ્લિક પ્રોસિકયુટરને જામીન માટેની અરજીની મોટીશ આપવી જોઇશે (૨) આ પ્રકરણ હેઠળ જેને જામીન ઉપર છોડવામાં આવેલ હોય તે વ્યકિતને પકડવાનો હાઇકોટૅ કે સેશન્સ કોટૅ આદેશ આપી શકશે અને તેને કસ્ટડીમાં રાખવા તે મોકલી આપી શકશે
Copyright©2023 - HelpLaw