
આરોપી અને જામીનોના મુચરકા
(૧) કોઇ વ્યકિતને જામીન ઉપર કે જાત મુચરકા ઉપર છોડવામાં આવે તે પહેલા યથાપ્રસંગ પોલીસ અધિકારી કે કોટૅ પુરતી ગણે તેવી રકમનો તેણે મુચરકો કરી આપવો જોઇશે અને તેને જામીન ઉપર છોડવામાં આવે ત્યારે જરૂર પ્રમાણે એક કે તેથી વધુ પુરતા જામીનોએ મુચરકામાં જણાવેલા સમયે અને સ્થળે તે વ્યકિત હાજર રહેશે અને યથાપ્રસંગ પોલીસ અધિકારી કે કોટૅ અન્યથા ન ફરમાવે ત્યાં સુધી તે પ્રમાણે હાજર રહેવાનુ ચાલુ રાખશે એવી શરતોવાલો મુચરકો કરી આપવો જોઇશે
(૨) કોઇ વ્યકિતને જામીન ઉપર છોડવા માટે કોઇ શરત મુકવામાં આવી હોય ત્યારે મુચરકામાં તે શરત પણ હોવી જોઇશે તે
(૩) કેસની હકીકત જોતા જરૂરી જણાય તો મુચરકામાં એવી શરત પણ ઉમેરવી જોઇશે કે જામીન ઉપર છોડાયેલ વ્યકિત હાઇકોટૅમાં સેશન્સ કોટૅમાં કે બીજી કોટૅમાં ફરમાવવામાં આવે ત્યારે તહોમતનો જવાબ આપવ હાજર થશે
(૪) જામીનો યોગ્ય કે પુરતા છે કે કેમ તે નકકી કરવા માટે કોટૅ જામીનોના પુરતાપણા કે યોગ્યતા સબંધી તેમા જણાવેલી હકીકતોની સાબિતીમાં સોગંદનામા સ્વીકારી શકશે અથવા પોતાને જરૂરી લાગે તો તેવા પુરતાપણા કે યોગ્યતા અંગે પોતે જાતે તપાસ કરી શકશે અને કોટૅની સતા નીચેના મેજિસ્ટ્રેટ પાસે તપાસ કરાવી શકશે
Copyright©2023 - HelpLaw