મુચરકાને બદલે રકમ અનામત મુકવા બાબત - કલમ:૪૪૫

મુચરકાને બદલે રકમ અનામત મુકવા બાબત

જયારે કોઇ કોટૅ કે અધિકારી કોઇ વ્યકિતને જામીન સહિતનો કે વિનાનો મુચરકો કરી આપવાનુ ફરમાવે ત્યારે સારા વતૅન માટેનો મુચરકો હોય તે સિવાય મુચરકો કરી આપવાને બદલે પોતે નકકી કરે તેટલી રોકડ રકમ કે તેટલી કિંમતની સરકારી પ્રોમીસરી નોટ અનામત મુકવાની તેને પરવાનગી આપી શકશે