
મુચરકો જપ્ત થાય ત્યારે કાર્યરીતિ
(૧) આ અધિનિયમ હેઠળનો મુચરકો કોર્ટ સમક્ષ હાજર રહેવા માટેનો અથવા મિલકત રજુ કરવા માટેનો હોય અને તે કોટૅને અથવા પાછળથી તે કેસ જેને મોકલવામાં આવેલ હોય તે કોટૅને ખાતરી થાય એવી રીતે સાબિત કરવામાં આવે કે મુચરકો જપ્ત કરવામાં આવેલ છે અથવા જયાં આ અધિનિયમ હેઠળના બીજા કોઇ પણ મુચરકાની બાબતમાં જે કોટૅ મુચરકો લીધેલ હોય તે કોટૅને અથવા પાછળથી તે કેસ જેને મોકલાવામાં આવેલ હોય તે કોઇ કોટૅને અથવા પ્રથમ વગૅના કોઇ મેજિસ્ટ્રેટની કોર્ટને ખાતરી થાય એ રીતે સાબિત કરવામાં આવે કે મુચરકો જપ્ત કરવામાં આવેલ છે.
ત્યારે કોર્ટ એવી સાબિતીના કારણો નોંધવા જોઇશે અને એવા મુચરકાથી બંધાયેલી કોઇ પણ વ્યકિતને તેની શિક્ષાત્મક રકમ ભરી આપવ અથવા શા માટે તે ન ભરવી તેનુ કારણ દર્શાવવા તે ફરમાવી શકશે સ્પષ્ટીકરણ:- કોર્ટ સમક્ષ હાજર થવા માટેના અથવા મિલકત રજુ કરવા માટેના મુચરકાની શરતમાં જેને પાછળથી તે કેસ મોકલવામાં આવે તેવી કોઇ કોટૅ સમક્ષ યથાપ્રસંગ હાજર થવા માટેની અથવા મિલકત રજુ કરવા માટેની શરતો સમાવેશ થાય છે એવો અથૅ કરવામાં આવશે
(૨) પુરતુ કારણ દર્શે ।વવામાં ન આવે અને મુચરકાની શિક્ષાત્મક રકમ ભરી દેવામાં ન આવે તો કોર્ટે તે રકમ આ અધિનિયમ હેઠળ પોતે કરેલ દંડ હોય તેમ તે વસુલ કરવાની કાયૅવાહી કરી શકશે પરંતુ આવો દંડ ભરવામાં ન આવે અને તે ઉપયુકત રીતે વસુલ કરી શકાય તેમ ન હોય ત્યારે જામીન તરીકે તેવી રીતે બંધાયેલ વ્યકિત દંડ વસુલ કરવાનો આદેશ આપતી કોટૅના હુકમથી છ મહિનાની મુદત સુધી દીવાની જેલમાં કેદની સજાને પાત્ર થશે
(૩) કોટૅ પોતાની (તેવુ કરવા માટેના તેના કારણો નોંધ્યા બાદ) ઉપર જણાવેલી શિક્ષાત્મક રકમનો કોઇ ભાગ માફ કરી શકશે અને બાકીનો ભાગ જ વસુલ કરી શકશે
(૪) કોઇ મુચરકો જપ્ત થાય તે પહેલા તેનો જામીન મૃત્યુ પામે તો તેની એસ્ટેટ તે મુચરકા અંગેની તમામ જવાબદારીમાંથી મુકત થશે
(૫) જેણે કલમ ૧૦૬ કે કલમ ૧૧૭ કે કલમ ૩૬૦ હેઠળ જામીનગીરી આપી હોય તે વ્યકિત જે ગુનો કરવાથી તેના મુચરકાની અથવા કલમ ૪૪૮ હેઠળના મુચરકાને બદલે તેણે કરી આપેલા મુચરકાની શરતોનો ભંગ થાય એવા ગુના માટે દોષિત ઠરે તો તે ગુના માટે તેને દોષિત ઠરાવનારી કોર્ટના ફેંસલાની પ્રમાણિત નકલ તેના જામીન કે જામીનો સામેની આ કલમ હેઠળની કાયૅવાહીમાં પુરાવા તરીકે ઉપયોગમાં લઇ શકાશે અને જે એવી પ્રમાણિત નકલનો એ રીતે ઉપયોગ કરવામાં આવે અને એથી વિરૂધ્ધનુ સાબિત ન થાય તો કોર્ટે માની લેવું જોઇશે કે તેણે એવો ગુનો કર્યો હતો.
Copyright©2023 - HelpLaw