મુચરકો અને જામીનખત રદ કરવા બાબત - કલમ:૪૪૬(એ)

મુચરકો અને જામીનખત રદ કરવા બાબત

કલમ ૪૪૬ ની જોગવાઇઓને બાધ આવ્યા વિના આ અધિનિયમ હેઠળનો મુચરકો કોઇ કેસમાં કોઇ વ્યકિતને હાજર થવા માટેનો હોય અને શરતો ભંગ કરવા માટે તે જપ્ત થયો હોય ત્યારે (ક) એવી વ્યકિતએ કરી આપેલો મુચરકો તેમજ તે કેસમાં તેના એક અથવા વધુ જામીનોએ કોઇ મુચરકો કરી આપ્યો હોય તો તે રદ થયેલા ગણાશે અને

(ખ) ત્યારપછી યથાપ્રસંગ જે પોલીસ અધિકારી અથવા કોટૅ સમક્ષ હાજર થવા મટેનો મુચરકો કરી આપ્યો હોય તે પોલીસ અધિકારી અથવા કોટૅને એવી ખાતરી થાય કે મુચરકાની શરતનુ પાલન કરવા બંધાયેલી વ્યકિત માટે તેમ ન કરવા માટે પુરતુ કારણ હતુ તો તે વ્યકિતને તે કેસમાં માત્ર તેના પોતાના મુચરકા ઉપરથી છોડી શકશે નહી

પરંતુ આ અધિનિયમની બીજી કોઇ પણ જોગવાઇને આધીન તે યથા પ્રસંગ પોલીસ અધિકારી અથવા કોટૅને પુરતી લાગે તેટલી નાણાની રકમ માટે નવેસરથી અંગત મુચરકો અને તેવા એક કે વધુ જામીનો દ્રારા મુચરકો કરી આપે એટલે તે કેસમાં તેને છોડી મુકી શકાશે