કેટલાક કેસોમાં ઇન્સાફી કાયૅવાહી થતા સુધી મિલકત કસ્ટડીમાં રાખવા અને તેનો નિકાલ કરવા માટે હુકમ - કલમ:૪૫૧

કેટલાક કેસોમાં ઇન્સાફી કાયૅવાહી થતા સુધી મિલકત કસ્ટડીમાં રાખવા અને તેનો નિકાલ કરવા માટે હુકમ

જયારે કોઇ મિલકત કોઇ ફોજદારી કોટૅ સમક્ષ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન રજુ કરવામાં આવે ત્યારે તે તપાસ કે ઇન્સાફી કાયૅવાહી પુરી થતા સુધી તે મિલકત યોગ્ય કસ્ટડીમાં રાખવાનો કોર્ટે પોતાને યોગ્ય લાગે તેવો હુકમ કરી શકશે અને તે મિલકત જલદી અને કુદરતી રીતે બગડી જાય તેવી હોય અથવા અન્યથા તેમ કરવુ ઇષ્ટ જણાય તો કોટૅ પોતે જરૂરી ગણે તેવા પુરાવાની લેખિત નોંધ કયૅ પછી તે મિલકત વેચી નાખવાનો કે બીજી રીતે તેનો નિકાલ કરવાનો હુકમ કરી શકશે

સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુ માટે નિલકત માં નીચેનાનો સમાવેશ થાય છે

(ક) કોટૅ સમક્ષ રજુ કરવામાં આવેલ હોય અથવા તેની કસ્ટડીમાં હોય તેવી કોઇ પણ પ્રકારની મિલકત અથવા દસ્તાવેજ (ખ) જેના સબંધમાં કોઇ ગુનો થયાનુ જણાય અથવા કોઇ ગુનો કરવામાં જેનો ઉપયોગ થયાનુ જણાય તે કોઇ પણ મિલકત