ઇન્સાફી કાર્યવાહી પુરી થયે મિલકતનો નિકાલ કરવાનો હુકમ - કલમ:૪૫૨

ઇન્સાફી કાર્યવાહી પુરી થયે મિલકતનો નિકાલ કરવાનો હુકમ

(૧) જયારે કોઇ ફોજદારી કોર્ટમાં કોઇ તપાસ કે ઇન્સાફી કાર્યવાહી પુરી થાય ત્યારે પોતાની સમક્ષ રજુ થયેલી અથવા પોતાની કસ્ટડીમાંની અથવા જેના સબંધમાં કોઇ ગુનો થયાનુ જણાતુ હોય અથવા જેનો ઉપયોગ કોઇ ગુનો કરવામાં થયો હોય તે મિલકત કે દસ્તાવેજનો નાશ કરીને તેને જપ્ત કરીને તેનો કબ્જો મેળવવાનો હકદાર હોવાનો દાવો કરનાર વ્યકિતને તે સોંપી દઇને અથવા બીજી રીતે તેનો નિકાલ કરવા માટે તે કોર્ટે પોતાને યોગ્ય લાગે તેવો હુકમ શરી શકશે

(૨) કોઇ મિલકત તેના કબજા માટે હકદાર કોઇ વ્યકિતને કોઇ પણ શરત વિના અથવા અપીલમાં કે ફેર તપારામાં પેટા કલમ (૧) હેઠળ થયેલા હુકમમાં ફેરફાર કરવામાં આવે અથવા તે રદ કરવામાં આવે તો કોટૅને તે મિલકત પાછી આપવા માટેનો કોટૅને ખાતરી થાય તેવો જામીન સહિતનો કે તે વિનાનો મુચરકો કરી આપવાની શરતે પેટા કલમ (૧) હેઠળ કોઇ મિલકત સોંપવા માટે હુકમ કરી શકશે

(૩) સેશન્સ કોર્ટ પેટા કલમ (૧) હેઠળ પોને હુકમ કરવાને બદલે મિલકત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને સોંપવાનો આદેશ આપી શકશે અને તેઓ તે ઉપરથી કલમો ૪૫૭ ૪૫૮ અને ૪૫૯માં જોગવાઇ કર્યું । પ્રમાણે તે અંગે કાયૅવાહી કરશે

(૪) તે મિલકત પશુધન હોય અથવા જલદી અને સ્વાભાવિક રીતે બગડી જાય તેવી હોય તે સિવાય અથવા પેટા કલમ (૨)ની જોગવાઇ અનુસાર મુચરકો કરી આપવામાં આવેલ હોય તે સિવાય પેટા કલમ (૧) હેઠળ થયેલ હુકમનો બે મહિના સુધી અથવા અપીલ કરવામાં આવી હોય ત્યારે તે અપીલનો નિકાલ ન થાય ત્યાં સુધી અમલ કરી શકશે નહી.

(૫) આ કલમમાં મિલકત માં જેના અંગે ગુનો થયાનુ જણાતુ હોય તે મિલકત મુળ કોઇ પક્ષકારના કબજામાં કે તેના નિયંત્રણ નીચે હોય તેનો જ નહીં પરંતુ જે મિલકતમાં તેન જ રૂપાંતર કરવામાં આવ્યુ હોય અથવા જેની સાથે તેનો અદલો બદલો કરવામાં આવ્યો હોય તે મિલકતનો તેમજ એવા રૂપાંતર કે અદલા બદલાથી તરત કે અન્યથા જે કાંઇ પ્રાપ્ત કરાયેલ હોય તેનો પણ સમાવેશ થાય છે