કલમ ૪૫૨ કે કલમ ૪૫૩ હેઠળના હુકમો સામે અપીલ - કલમ:૪૫૪

કલમ ૪૫૨ કે કલમ ૪૫૩ હેઠળના હુકમો સામે અપીલ

(૧) કલમ ૪૫૨ કે કલમ ૪૫૩ હેઠળ કોટૅ કરેલા હુકમથી ના૦૦૦ાજ થયેલ કોઇ પણ વ્યકિત તે કોટૅના ગુના સાબિતીના હુકમ ઉપરથી સામાન્ય રીતે જે કોટૅને અપીલ થઇ શકતી હોય તે કોટૅને તેની સામે અપીલ કરી શકશે

(૨) એવી અપીલ થાય ત્યારે અપીલ કોટૅ અપીલનો નિકાલ થતા સુધી તે હુકમ સ્થગિત કરવાનો આદેશ આપી શકશે અથવા હુકમ સુધારી શકશે તેમ ફેરફાર કરી શકશે અથવા તે રદ કરી શકશે અને ન્યાયી હોય તેવા બીજા હુકમો કરી શકશે

(૩) પેટા કલમ (૨)માં ઉલ્લેખાયેલી સતા જેમા પેટા કલમ (૧)માં ઉલ્લેખાયેલ હુકમ થયેલ હોય તે કેસની કાયૅવાહી કરતી વખતે અપીલ કોટૅ બહાલી આપનારી કોટૅ કે ફેર તપાસ કરનાર કોટૅ પણ વાપરી શકશે