
બદક્ષીકારક અને એવી બીજી વસ્તુઓનો નાશ કરવા બાબત
(૧) ભારતના ફોજદારી અધિનિયમ ની કલમ ૨૯૨ કલમ ૨૯૩ કલમ ૫૦૧ કે કલમ ૫૦૨ હેઠળનો ગુનો સાબિત થતા કોટૅ જે વસ્તુ અંગે ગુનો સાબિત થયો હોય તેની જે નકલો કોટૅની કસ્ટડીમાં હોય અને દોષિત ઠરેલ વ્યકિતના કબજામાં કે તેના નિયંત્રણ નીચે હોય તે તમામ નકલોનો નાશ કરવાનો હુકમ કરી શકશે (૨) ભારતના ફોજદારી અધિનિયમ ની કલમ ૨૭૨ કલમ ૨૭૩ કલમ ૨૭૪ કે કલમ ૨૭૫ હેઠળનો ગુનો સાબિત થતા કોટૅ જેના અંગે ગુનો સાબિત થયો હોય તે ખાવાની વસ્તુ પીવાની વસ્તુ દવા કે તબીબી બનાવટનો તેવી જ રીતે નાશ કરવાનો હુકમ કરી શકશે
Copyright©2023 - HelpLaw