સ્થાવર મિલકતનો કબજો પાછો સોંપવાની સતા - કલમ:૪૫૬

સ્થાવર મિલકતનો કબજો પાછો સોંપવાની સતા

(૧) જયારે ગુનાહિત બળ વાપરીને અથવા બળ દાખવીને અથવા ગુનાહિત ધમકી આપીને કરવામાં આવેલા કોઇ ગુના માટે કોઇ વ્યકિતને દોષિત ઠરાવવામાં આવે અને કોર્ટને એમ જણાય કે એવા બળથી અથવા બળ દાખવીને કે ગુનાહિત ધમકી આપીને કોઇ વ્યકિત પાસેથી કોઇ સ્થાવર મિલકતનો કબજો છીનવી લેવામાં આવેલ છે ત્યારે કોટૅ પોતાને યોગ્ય લાગે તો તે મિલકત જેના કબજામાં હોય તેને જરૂરી જણાય તો બળ વાપરીને ખાલી કરાવ્યા પછી તેનો કબજો ઉપર્યુક્ત વ્યક્તિને પાછો સોંપવાનો હુકમ કરી શકશે

પરંતુ એવો કોઇ પણ હૂકમ ગુના સાબિતીની તારીખથી એક મહિના પછી કોર્ટે કરી શકશે નહી.

(૨) જયા ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરનાર કોર્ટ પેટા કલમ (૧) હેઠળનો હુકમ કરેલ ન હોય ત્યારે અપીલ કોટૅ બહાલી આપનાર કોટૅ કે ફેર તપાસ કરનાર કોટૅ પોતાને યોગ્ય લાગે તો યથા પ્રસંગ અપીલ બહાલી માટે મોકલાયેલ કાયૅવાહી કે ફેર તપાસનો નિકાલ કરતી વખતે એવો હુકમ કરી શકશે

(૩) પેટા કલમ (૧) હેઠળ હુકમ કરવામાં આવેલ હોય ત્યારે કલમ ૪૫૪ની જોગવાઇઓ કલમ ૪૫૩ હેઠળના હુકમના સબંધમાં જે રીતે લાગુ પડતી હોય તે રીતે તેના સબંધમાં લાગુ પડરો

(૪) કોઇ વ્યકિત દીવાની દાવામાં સ્થાપિત કરી શકે એવા તે સ્થાવર મિલકત પરત્વેના તેના કોઇ હકને કે તેમાના કોઇ હિતને આ કમલ હેઠળ થયેલ કોઇ હુકમથી બાધ આવશે નહિ.