છ મહિનાની અંદર કોઇ હદ દાવેદાર હાજર ન થાય તો કાયરીતી - કલમ:૪૫૮

છ મહિનાની અંદર કોઇ હદ દાવેદાર હાજર ન થાય તો કાયરીતી

(૧) જો એવી મુદતની અંદર કોઇ વ્યકિત એવી મિલકત પરત્વે તેનો હકદાવો સ્થાપિત ન કરે અને એવી મિલકત જેના કબજામાંથી મળી આવી હોય તે વ્યકિત તે મિલકત તેણે કાયદેસર રીતે મેળવેલ હતી એમ દશૅાવી ન શકે તો મેજિસ્ટ્રેટ એવો હુકમ કરી શકશે કે રાજય સરકાર તે મિલકતની ગમે તે વ્યવસ્થા કરી શકશે અને તે સરકાર તે વેચી શકશે અને તેના વેંચાણની ઉપજની કરાવવામાં આવે તેવી રીતે વ્યવસ્થા કરવામાં આવશે (૨) આ પ્રકારના હુકમ સામે મેજિસ્ટ્રેટ કોટૅના સજાના હુકમ સામે સામાન્ય રીતે જે કોટૅમાં અપીલ થાય છે તે કોટૅમાં અપીલ થઇ શકે છે