બગડી જાય તેવી મિલકત વેચી નાખવાની સતા - કલમ:૪૫૯

બગડી જાય તેવી મિલકત વેચી નાખવાની સતા

એવી મિલકતના કબજો સંભાળવા કોણ હકદાર છે તેની ખબર ન હોય અથવા તે ગેરહાજર હોય અને મિલકત જલદી અને કુદરતી રીતે બગડી જાય તેવી હોય અથવા તેને કબજે લીધાનો રિપોટૅ જે મેજિસ્ટ્રેટને કરવામાં આવે તેનો અભિપ્રાય એવો થાય કે તે મિલકત વેચી નાખવાથી તેના મિલકતને ફાયદો થશે અથવા એવી મિલકતની કિંમત (પાંચસો રૂપિયાથી) ઓછી છે તો તે મેજિસ્ટ્રેટ કોઇ પણ સમયે તે મિલકત વેચી નાખવાનો આદેશ આપી શકશે અને શકય હોય તો ત્યાં સુધી કલમો ૪૫૭ અને ૪૫૮ની જોગવાઇઓ એવા વેચાણની ચોખ્ખી ઉપજને લાગુ પડશે