કાયૅવાહીને દુષિત ન કરનારી અનિયમસરતાઓ - કલમ:૪૬૦

કાયૅવાહીને દુષિત ન કરનારી અનિયમસરતાઓ

કોઇ મેજિસ્ટ્રેટને નીચે પ્રમાણે કરવાની કાયદાથી સતા અપાયેલ ન હોય અને તે ભુલથી શુધ્ધ બુધ્ધિથી તેમ કરે તો તેને તેવી રીતે સતા ન અપાયેલ હોયવાના કારણે જ તેની કાયૅવાહી રદ કરી શકાશે નહી

(ક) કલમ ૯૪ હેઠળ ઝડતી વોરંટ કાઢવાની

(ખ) કોઇ ગુનાની પોલીસ તપાસ કરવાનો પોલીસને કલમ ૧૫૫ હેઠળ હુકમ કરવાની

(ગ) કલમ ૧૭૬ હેઠળ મૃત્યુ વિષયક તપાસ કરવાની

(ઘ) પોતાની સ્થાનિક હકુમતની બહાર જાણે કોઇ ગુનો કર્યો હોય તે વ્યકિતને એવી હકુમતની અંદર પકડવા માટે કલમ ૧૮૭ મુજબ હુકમ કાઢવાની

(ચ) કલમ ૧૯૦ની પેટા કલમ (૧) ના ખંડ (ક) કે ખંડ (ખ) હેઠળ કોઇ ગુના અંગે કાયૅવાહી શરૂ કરવાની

(છ) કલમ ૧૯૨ની પેટા કલમ (૨) હેઠળ કોઇ કેસ સોંપવાની (જ) કલમ ૩૦૬ હેઠળ માફી આપવાની

(ઝ) કલમ ૪૧૦ હેઠળ કેસ પાછો ખેંચવાની અને તેની ઇન્સાફી કાયૅવાહી જાતે કરવાની અથવા (૮) કલમ ૪૫૮ કે કલમ ૪૫૯ હેઠળ મિલકત વેચવાની