
કાયૅવાહી દુષિત કરનારી અનિયમસરતાઓ
જો કોઇ મેજિસ્ટ્રેટ આ માટે કાયદાથી પોતાને સતા મળેલી ન હોય અને નીચે પ્રમાણે કરે તો તેની કાર્યવાહી ફોક થશે
(ક) કલમ ૮૩ હેઠળ મિલકત જપ્ત કરીને વેચે
(ખ) ટપાલ કે તાર સતાધિકારીની કસ્ટડીમાંનો કોઇ પત્ર પાૉલ કે બીજી વસ્તુ માટે ઝડતી વોરંટ કાઢે
(ગ) સુલેહ જાળવવા જામીનગીરી માગે (ઘ) સારા વતૅન માટે જામીનગીરી માગે
(ચ) સારૂ વતૅન રાખવા માટે કાયદેસર બંધાયેલ વ્યકિતને છોડી મુકે
(છ) સુલેહ જાળવવા માટેનો મુચરકો રદ કરે
(જ) ભરણપોષણનો હુકમ કરે
(ઝ) કોઇ સ્થાનિક ત્રાસદાયક બાબત અંગે કલમ ૧૩૩ હેઠળ હુકમ કરે
(ટ) જાહેર ત્રાસદાયક બાબતે ફરીથી કરવાની કે ચાલુ રાખવાની કલમ ૧૪૩ હેઠળ મના કરે
(ઠ) પ્રકરણ ૧૦ના ભાગ ગ કે ભાગ ઘ હેઠળ હુકમ કરે (ડ) કલમ ૧૯૦ની પેટા કલમ (૧)ના ખંડ (ગ) હેઠળ કોઇ ગુનાની કાર્યવાહી શરૂ કરે
(ઢ) કોઇ ગુનેગાર સામે ઇન્સાફી કાયૅવાહી કરે
(ત) કોઇ ગુનેગાર સામે સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાયૅવાહી કરે (થ) બીજા કોઇ મેજિસ્ટ્રેટ જેની લેખિત નોંધ કરી હોય તે કાયૅવાહી ઉપરથી કલમ ૩૨૫ હેઠળ સજા કરે
(૬) કોઇ અપીલનો નિર્ણય કરે
(ધ) કલમ ૩૯૭ હેઠળ કાયૅવાહી મંગાવે અથવા (ન) કલમ ૪૪૬ હેઠળ થયેલો હુકમ ફેરવે
Copyright©2023 - HelpLaw