ખોટા સ્થળે કરેલી કાયૅવાહી - કલમ:૪૬૨

ખોટા સ્થળે કરેલી કાયૅવાહી

કોઇ ફોજદારી કોટૅનો નિણૅય સજા કે હુકમ જે તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કે અન્ય કાયૅવાહી દરમ્યાન તે કરવામાં આવેલ હોય તે તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કે અન્ય કાયૅવાહી કોઇ ખોટા સેશન્સ વિભાગમાં જિલ્લામાં પેટા વિભાગમાં કે બીજા સ્થાનિક વિસ્તારમાં થઇ હોવાના કારણે જ રદ કરી શકાશે નહી સિવાય કે તેનાથી ખરેખર ન્યાયનો હેતુ સૌ ન હોય એમ જણાય