
કલમ ૧૬૪ કે કલમ ૨૮૧ની જોગવાઇઓનુ પાલન ન થવા બાબત
(૧) કલમ ૧૬૪ કે કલમ ૨૮૧ હેઠળ લખી લેવાયેલી અથવા લખી લેવાયેલ હોવાનુ અભિપ્રેત હોય તેવી આરોપીની કોઇ કબુલાત કે તેનુ અન્ય કથન જેની સમક્ષ પુરાવામાં આપવામાં આવે અથવા પુરાવામાં લેવામાં આવેલ હોય તે કોટૅને એમ જણાય કે તે કથન લખી લેના મેજિસ્ટ્રેટે આ બેમાંથી કોઇ એક કલમની જોગવાઇઓનુ પાલન કરેલ નથી તો તે કોર્ટે ભારતના પુરાવા અધિનિયમ ૧૮૭૨ની કલમ ૯૧માં ગમે તે મજકુર હોય તે છતા એવુ પાલન ન થવા સબંધી પુરાવો લઇ શકશે અને જો તેને એવી ખાતરી થાય કે એવુ પાલન ન કરવાથી આરોપીને ગુણદોષ ઉપર પોતાનો બચાવ કરવામં નુકશાન થયેલ નથી અને લખી લેવાયેલ કથન તેણે યોગ્ય રીતે કરેલ છે તો એવુ કથન ગ્રાહય રાખી શકાશે
(૨) આ અધિનિયમની જોગવાઇઓ અપીલ કોટૅ નિણૅયાથૅ મોકલાયેલ કેસ ચલાવનાર કોટૅ અને ફેર તપાસ કરનાર કોટૅને લાગુ પડશે
Copyright©2023 - HelpLaw