
ભુલ ચુક કે અનિયમસરતાને કારણે નિણૅય કે સજાનો કે હુકમ કયારે ફેરવી શકાય
(૧) ઇન્સાફી કાયૅવાહી થયા પહેલા કે તે દરમ્યાન કોઇ ફરિયાદ સમન્સ વોરંટ ઘોષણા હુકમ ફેંસલા કે બીજા કાયૅવાહીમાં અથવા અધિનિયમ હેઠળની કોઇ તપાસમાં કે અન્ય કાયૅવાહીમાં કોઇ ભુલ ચુક કે અનિયમસરતાને કારણે અથવા ફોજદારી કામ માટેની કોઇ મંજુરીમાં થયેલ ભુલ કે અનિયમસરતાને કારણે અપીલ કોટૅ બહાલ રાખનાર કોટૅ કે ફેર તપાસ કરનાર કોટૅના અભિપ્રાય મુજબ ખરેખર ન્યાયનો હેતુ સૌ ન હોય તે સિવાય આ અધિનિયમની આ પહેલાની જોગવાઇઓને આધીન રહીને તે કોટૅ કાયદેસર હુકમત ધરાવતી કોઇ કોટૅ કરેલો નિણૅય સજા કે હુકમ ફેરવી નાખી શકશે નહી કે તેમા ફેરફાર કરી શકશે નહી
(૨) આ અધિનિયમ હેઠળની કોઇ કાયૅવાહીમાંની કોઇ ભુલ ચુક કે અનિયમસરતાથી અથવા ફોજદારી કામ માટેની મંજુરીમાંની કોઇ ભુલ કે અનિયમસતાથી કોઇ અન્યાય તો થઇ ગયો નથી તેને નકકી કરવામાં તે કાયૅવાહીના અગાઉના તબકકે વાંધો લઇ શકાયો હોય અને લેવો જોઇતો હોય કે કેમ તે હકીકત કોટૅ ધ્યાનમાં લેવી જોઇશે
Copyright©2023 - HelpLaw