બાધ માટેની મુદત વીતિ ગયા પછી ઇન્સાફી કાયૅવાહી શરૂ કરવાને બાધ - કલમ:૪૬૮

બાધ માટેની મુદત વીતિ ગયા પછી ઇન્સાફી કાયૅવાહી શરૂ કરવાને બાધ

(૧) આ અધિનિયમમાં અન્યત્ર જોગવાઇ કરેલ હોય તે સિવાય પેટા કલમ (૨)માં નિર્દિષ્ટ કરેલ વગૅના ગુનાની ઇન્સાફી કાયૅવાહી કોઇ પણ કોટૅ બાધ માટેની મુદત વીત્યા પછી શરૂ કરી શકશે નહી

(૨) બાધ માટેની મુદત નીચે પ્રમાણે રહેશે

(ક) ગુનો માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય તો છ મહિના (ખ) ગુનો એક વરસ સુધીની કેદની શિક્ષાને પાત્ર હોય તો એક વષૅ

(ગ) ગુનો એક વષૅ કરતા વધુ પરંતુ ત્રણ વષૅ સુધીની શિક્ષાને પાત્ર હોય તો ત્રણ વર્ષ

(૩) આ કલમના હેતુઓ માટે સાથે ઇન્સાફી કાયૅવાહી કરી શકાય તેવા ગુનાના સબંધમાં બાધ માટેની મુદત વધુ કડક સજા કરી શકાય તેવા ગુનાના અથવા યથા પ્રસંગે વધુ કડક સજાના સંદર્ભમાં નકકી કરવામાં આવશે