
બાધ માટેની મુદતનો પ્રારંભ
(૧) ગુનેગારના સબંધમાં બાધ માટેની મુદત નીચે પ્રમાણે આરંભ થશે
(ક) ગુનાની તારીખે અથવા
(ખ) ગુનો થયાનુ ગુનાનો ભોગ વ્યકિતના કે કાંઇ પોલીસ અધિકારીના જાણવામાં આવેલ ન હોય ત્યારે જે દિવસે ગુનો થયાની જાણ તે વ્યકિત કે કોઇ પોલીસ અધિકારીએ બેમાંથી કોઇને વહેલામાં વહેલી થાય તે પ્રથમ દિવસે અથવા
(ગ) ગુના કરનાર કોણ છે તે જાણવામાં આવેલ ન હોય ત્યારે ગુનાનો ભોગ બનેલ વ્યકિત અથવા ગુનાની પોલીસ તપાસ કરનાર પોલીસ અધિકારી એ બેમાંથી જે કોઇને જે દિવસે ગુનેગાર કોણ છે તેની વહેલી જાણ થાય તે પ્રથમ દિવસે (૨) સદરહુ મુદત ગણતી વખતે જે દિવસથી મુદત ગણવાની હોય તે દિવસે બાદ કરવામાં આવશે
Copyright©2023 - HelpLaw