જે તારીખે કોટૅ બંધ હોય તે દિવસ બાદ કરવા બાબત - કલમ:૪૭૧

જે તારીખે કોટૅ બંધ હોય તે દિવસ બાદ કરવા બાબત

જે તારીખે બાધ માટેની મુદત પુરી થતી હોય તે તારીખે કોટૅ બંધ હોય ત્યારે જે તારીખે કોટૅ ફરીથી ઉઘડે તે તારીખે તે ઇન્સાફી કાયૅવાહી શરૂ કરી શકશે

સ્પષ્ટીકરણઃ- કોટૅ કોઇ દિવસે પોતાના કામકાજના નિયમસરના સમય દરમ્યાન બંધ રહેલ હોય તો આ કલમના અથૅ મુજબ તે દિવસે તે બંધ રહેલ હોવાનુ ગણાશે