કેટલાક કેસોમાં બાધ માટેની મુદત લંબાવવા બાબત - કલમ:૪૭૩

કેટલાક કેસોમાં બાધ માટેની મુદત લંબાવવા બાબત

આ પ્રકરણની અગાઉની જોગવાઇઓમાં ગમે તે મજકુર હોય તો તે છતા કોઇ પણ કોટૅ કેસની હકીકતો અને સંજોગો ઉપરથી પોતાને એવી ખાતરી થાય કે થયેલ વિલંબનો યોગ્ય રીતે ખુલાસો કરવામાં આવેલ છે અથવા ન્યાયના હિતમાં ગુનાની ઇન્સાફી કાયૅવાહી શરૂ કરવી જરૂરી છે તો બાધ માટેની મુદત પુરી થાય પછી ગુનાની ઇન્સાફી કાયૅવાહી શરૂ કરવી જરૂરી છે તો બાધ માટેની મુદત પુરી થયા પછી ગુનાની ઇન્સાફી કાયૅવાહી શરૂ કરી શકશે