કોર્ટે માશૅલ દ્રારા ઇન્સાફી કાયૅવાહી કરવાપાત્ર વ્યકિતઓ કમાન્ડિંગ અધિકારીઓને સોંપવ બાબત - કલમ:૪૭૫

કોર્ટે માશૅલ દ્રારા ઇન્સાફી કાયૅવાહી કરવાપાત્ર વ્યકિતઓ કમાન્ડિંગ અધિકારીઓને સોંપવ બાબત

(૧) ભુમિદળ નૌકાદળ કે હવાઇદળને લગતો કાયદો અથવા તે સમયે અમલમાં હોય તે સંઘના સશસ્ત્ર દળો સબંધી બીજો કોઇ કાયદો જેને લાગુ પડતો હોય તે વ્યકિતઓની ઇન્સાફી કાર્યવાહી કયા કિસ્સાઓમાં આ અધિનિયમ જે કોટૅને લાગુ પડતો હોય તે કોટૅ કરવી અથવા કયાં કિસ્સાઓમાં કોર્ટે માશૅલે કરવી તે અંગે આ અધિનિયમ અને ભુમિદળ અધિનિયમ ૧૯૫૦ નૌકાદળ અધિનિયમ ૧૯૫૭ અને હવાઇદળ અધિનિયમ ૧૯૫૦ અને તે સમયે અમલમાં હોય તેવા સંઘના સશસ્ત્ર દળોને લગતા સદરહુ બીજા કાયદા સાથે સુસંગત નિયમો કેન્દ્ર સરકાર કરી શકશે અને જયારે કોઇ વ્યકિતને કોઇ મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવે અને તેના ઉપર જે કોર્ટને આ અધિનિયમ લાગુ પડતો હોય તે કોર્ટે દ્રારા અથવા કોટૅ માશૅલ દ્રારા ઇન્સાફી કાર્યવાહી કરવા યોગ્ય ગુનાનુ તહોમત મુકવામાં આવે ત્યારે તે મેજિસ્ટ્રેટ એવા નિયમો ધ્યાનમાં રાખશે અને યોગ્ય કિસ્સાઓમાં કોર્ટે માશૅલ દ્રારા તેની સામે ઇન્સાફી કાર્યવાહી થવા માટે તેને તેના ઉપર જે ગુનાનો આરોપ મુકવામાં આવેલ હોય તે ગુનાના નિવેદન સાથે તેના યુનિટના કમાન્ડિંગ ઓફિસરને અથવા સૌથી નજીકના યથાપ્રસંગ ભુમિદળ નૌકાદળ કે હવાઇદળ સ્ટેશનના કમાન્ડિંગ ઓફિસરને સોંપી દેશે

સ્પષ્ટીકરણ:- આ કલમમાં (ક) યુનિટમાં રેજિમેન્ટ કોર જહાજ ડીટેચમેન્ટ ગ્રુપ બટાલિયન કે કંપનીનો સમાવેશ થાય છે

(ખ) કોટૅ માશૅલ માં સંઘના સશસ્ત્ર દળોને લાગુ પડતા સબંધિત કાયદા હેઠળ રચાયેલ કોટૅ માશૅલ ને સતા હોય તેવી જ સતાવાળી કોઇ પણ ટ્રિબ્યુનલનો સમાવેશ થાય છે (૨) એવી કોઇ જગ્યાએ મુકેલા કે નોકરીમાં રાખેલા સૈનિકો નાવિકો અથવા વિમાનીઓના કોઇ યુનિટ કે મંડળના કમાન્ડિંગ ઓફિસરની તે અંગે લેખિત અરજી મળતા દરેક મેજિસ્ટ્રેટ એવા આરોપીને પકડવા અને

અટકમાં રાખવા માટે પોતાથી બને તે બધુ કરવુ જોઇશે (૩) હાઇકોર્ટે પોતાને યોગ્ય લાગે તો એવો આદેશ આપી શકશે કે રાજયની અંદર આવેલી કોઇ પણ જેલમાં અટકાયતમાં રખાયેલ કેદીને કોર્ટે માશૅલ સમક્ષ ઇન્સાફી કાર્યવાહી થવા માટે અથવા કોટૅ માશૅલ સમક્ષ ચાલી રહેલ કોઇ કાર્યવાહી અંગે જુબાની આપવા માટે કોર્ટ માશૅલ સમક્ષ મોકલવો