
નિયમો કરવાની હાઇકોટૅની સતા
(૧) દરેક હાઇકોટૅ રાજય સરકારની પુવૅ અનુમતિથી નીચેની બાબતો માટે નિયમો કરી શકશે
(ક) પોતાની સતા નીચેની ફોજદારી કોર્ટોમાં અરજી લખનારા તરીકે કામ કરવાની જેને પરવાનગી આપી શકાય તે વ્યકિતઓ (ખ) સદરહુ વ્યકિતઓને આપવાના લાઇસન્સ તેમના કામકાજના સંચાલન અને તેમણે લેવાની ફીના ધોરણનુ નિયમન (ગ) એ રીતે કરાયેલા કોઇ નિયમના ઉલ્લંઘન માટેના દંડની
જોગવાઇ અને તે ઉલ્લંઘનની તપાસ તેમજ દંડ કરી શકનાર અધિકારી (ઘ) ઠરાવવાની જરૂરી કે ઠરાવી શકાય તે બીજી કોઇ પણ બાબત
(૨) આ કલમ હેઠળ કરાયેલા તમામ નિયમો રાજપત્રમાં પ્રસિધ્ધ કરવા જોઇશે
Copyright©2023 - HelpLaw