જજ કે મેજિસ્ટ્રેટ જેમા અંગત હિત ધરાવતા હોય તેવો કેસ - કલમ:૪૭૯

જજ કે મેજિસ્ટ્રેટ જેમા અંગત હિત ધરાવતા હોય તેવો કેસ

કોઇ પણ જજ કે મેજિસ્ટ્રેટ પોતાની કોટૅ ઉપર જે કોટૅમાં અપીલ થઇ શકતી હોય તે કોટૅની પરવાનગી સિવાય જે કેસમાં કે તે અંગે પોતે પક્ષકાર હોય અથવા જેમાં પોતે અંગત હિત ધરાવતા હોય તે કેસની ઇન્સાફી કાયૅવાહી કરી શકશે નહી અથવા તેને ઇન્સાફી કાયૅવાહી માટે કમિટ કરી શકશે નહી અને કોઇ જજ કે મેજિસ્ટ્રેટ પોતે આપેલ ફેંસલા ઉપર કે કરેલા હુકમ ઉપર અપીલ સાંભળી શકશે નહી.

સ્પષ્ટીકરણઃ- કોઇ જજ કે મેજિસ્ટ્રેટ કોઇ જાહેર હેસિયતથી કેસ સાથે સબંધ ધરાવતા હોવાના જ કારણે અથવા જયાં સુધી ગુનો થયાનુ કહેવાનુ હોય તે સ્થળનુ અથવા જે બીજા સ્થળે કેસને લગતો બીજો કોઇ મહત્વનો બનાવ બન્યો હોવાનુ કહેવાતુ હોય તે સ્થળનુ પોતે અવલોકન કરીને તે કેસના સબંધમાં તપાસ કરી હોવાના જ કારણે તે ન્યાયાધીશ કે મેજિસ્ટ્રેટ કોઇ કેસના પક્ષકાર હોવાનુ કે તેમા અંગત હિત ધરાવતા હોવાનુ ગણાશે નહી.