હાઇકોટૅની સ્વયં પ્રાપ્ત સતા વિશે અપવાદ - કલમ:૪૮૨

હાઇકોટૅની સ્વયં પ્રાપ્ત સતા વિશે અપવાદ

આ અધિનિયમ હેઠળના કોઇ હુકમનો અમલ કરવા માટે અથવા કોઇ કોટૅના કામગીરી હુકમનો ગેરઉપયોગ થતો અટકાવવા માટે અથવા અન્યથા ન્યાયનો હેતુ જાળવવા માટે જરૂરી હોય તેવા હુકમો કરવાની હાઇકોટૅની અંતગૅત સતાને આ અધિનિયમનો કોઇ પણ મજકુર મયૅાદિત કરતો હોવાનુ અથવા તેને અસર કરતો હોવાનુ ગણાશે નહી.