
રદ કરવા બાબત અને અપવાદ
(૧) ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૮૯૭ (સન ૧૮૯૮મો ૫મો) આથી રદ કરવામાં આવે છે (૨) એવી રીતે તે અધિનિયમ રદ થવા છતા (ક) જો જે તારીખે આ અધિનિયમના અમલનો આરંભ થાય તે તારીખની તરત પહેલા કોઇ
અપીલ અરજી ઇન્સાફી કાયૅવાહી તપાસ કે પોલીસ તપાસ નિકાલ બાકી હોય તો આ અધિનિયમ અમલમાં આવેલ ન હોય તેમ સદરહુ આરંભની તરત પહેલા અમલમાં હોય તે પ્રમાણે ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૮૯૭ (જેનો આમા હવે પછી જુના અધિનિયમ તરીકે ઉલ્લેખ કર્યો છે તે) ની જોગવાઇઓ અનુસાર યથાપ્રસંગ તે અપીલ અરજી ઇન્સાફી કાયૅવાહી તપાસ કે પોલીસ તપાસનો નિકાલ કરવામાં તે ચાલુ રાખવામાં હાથ ધરવામાં કે કરવામાં આવશે
પરંતુ જુના અધિનિયમના પ્રકરણ ૧૮ હેઠળની જે તપાસનો આ અધિનિયમના આરંભ વખતે નિકાલ બાકી
હોય તે દરેક તપાસની કાયૅવાહી આ અધિનિયમની જોગવાઇઓ અનુસાર કરવામાં આવશે અને તે અનુસાર તેનો નિકાલ કરવામાં આવશે
(ખ) જુના અધિનિયમ હેઠળ પ્રસિધ્ધ થયેલ જાહેરનામામાં થયેલ ધોષણાઓ અપાયેલ સતા ઠરાવાયેલ નમુના નકકી થયેલ સ્થાનિક હકુમત થયેલ થયેલ સજા અને કરવામાં આવેલા હુકમો નિયમો અને સ્પેશિયલ મેજીસ્ટ્રેટ તરીકેની નિમણુક છે. વાયની નિમણુકો પૈકી જે આ અધિનિયમના આરંભની તરત પહેલા અમલમાં હોય તે તમામ આ અધિનિયમની તેની સમાન જોગવાઇઓ હેઠળ અનુક્રમે પ્રસિધ્ધ કરેલ થયેલ અપાયેલ ઠરાવાયેલ નકકી થયેલ કે કરવામાં આવેલ હોવાનુ ગણાશે (ગ) જેને અનુસરીને જુના અધિનિયમ હેઠળ કોઇ કાયૅવાહી શરૂ થયેલ ન હોય તે સદરહુ અધિનિયમ હેઠળ
અપાયેલ કોઇ મંજુરી કે સંમતિ આ અધિનિયમની તેની સમાન જોગવાઇઓ હેઠળ અપાયેલ હોવાનુ ગણાશે અને એવી મંજુરી કે સંમતિ અનુસાર આ અધિનિયમ હેઠળ કાયૅવાહી શરૂ કરી શકાશે (ઘ) સંવિધાનની અનુચ્છેદ ૩૬૩ના અથૅ મુજબના રાજવીઓ સામેના દરેક ફોજદારી કામ સબંધમાં જુના
અધિનિયમની જોગવાઇઓ લાગુ પડતી ચાલુ રહેશે (૩) જુના અધિનિયમ હેઠળની અરજી કે બીજી કાયૅવાહી માટે ઠરાવાયેલ મુદત આ અધિનિયમના આરંભ વખતે કે તે પહેલા પુરી થઇ ગયેલ હોય તો આ અધિનિયમથી તે માટે લાંબી મુદતની જોગવાઇ કરવામાં આવેલ હોવાની અથવા સમય લંબાવવા માટે આ અધિનિયમમાં જોગવાઇ કરવામાં આવેલ હોવાની હકીકતને કારણે જ આ અધિનિયમ હેઠળ તે અરજી કરી શકશે અથવા કાયૅવાહી શરૂ કરી શકશે એવો આ અધિનિયમના કોઇ પણ મજકુરનો અથૅ થઇ શકશે નહી.
Copyright©2023 - HelpLaw