
દહેજની વ્યાખ્યા
આ અધિનિયમમાં દહેજ એટલે કોઇ મિલકત કે કિંમતી જામીનગીરી આપવી કે આપવા માટે સીધી કે આડકતરી રીતે સંમત થવું (એ) લગ્નમાં એક પક્ષકારે લગ્નનાં બીજા પક્ષકારને અથવા (બી) લગ્નનાં કોઇ એક પક્ષકારના માતા પિતાએ અથવા બીજી કોઇ વ્યકિતએ લગ્નના બીજા પક્ષકારને અથવા બીજી કોઇપણ વ્યકિતને લગ્ન વખતે અથવા તે પહેલા અથવા લગ્ન પછી કોઇ સમયે સદરહુ પક્ષકારોના લગ્ન સબંધી સીધી અથવા આડકતરી રીતે આપેલ અથવા આપવાનું કબૂલ કરેલ કોઇ મિલકત અથવા કિંમતી જામીનગીરી પણ તેમાં જેને મુસ્લિમ વૈયકિતક કાયદો લાગુ પડતો હોય તેવી વ્યકિતઓની બાબતમાં દહેજ અથવા મહેરનો સમાવેશ થતો નથી. સ્પષ્ટીકરણઃ- કિમંતી જામીનગીરી નો અથૅ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ ૩૦ના મુજબ સમજવો
Copyright©2023 - HelpLaw