દહેજ આપવા અથવા લેવા માટે શિક્ષા - કલમ:૩

દહેજ આપવા અથવા લેવા માટે શિક્ષા

(૧) આ અધિનિયમના અમલ પછી કોઇપણ વ્યકિત દહેજ આપે અથવા લે અથવા આપવાનું કે લેવાનું દુષ્મેરણ કરે તે વ્યકિત શિક્ષાઃ- (( પાંચ વષૅ કરતા ઓછી નહી તેટલી કેદની અને પંદર હજાર રૂપિયા કરતાં ઓછા ન હોય તેટલા અથવા આવા દહેજનાં મૂલ્યની રકમ એ બેમાંથી જે વધુ હોય તેટલા દંડની શિક્ષાને પાત્ર થશે. જોગવાઇ કરવામાં આવી છે કે અદાલત ચુકાદામાં પૂરતા અને ખાસ કારણોની નોંધ કરીને પાંચ વષૅ કરતા ઓછી મુદતની કેદની સજા કરી શકશે. (૨) પેટા કલમ (૧)માં હોવા છતાં પણ મજકૂર (એ) (લગ્ન પ્રસંગે કોઇ માંગણી કરવામાં આવી હોય તે સિવાય) નવવધૂને લગ્ન સમયે આપી હોય તેવી ભેટ સોગાદો અથવા તેના સબંધમાં લાગુ પડશે નહિ. જોગવાઇ કરવામાં આવી છે કે આ અધિનિયમ અન્વયે કરેલા નિયમો અનુસાર રાખેલ યાદીમાં એવી ભેટ સોગાદો નોંધવી જોઇશે.

(બી) (લગ્ન પ્રસંગે કોઇ માંગણી કરવામાં આવી હોય તે સિવાય) વરરાજાને લગ્ન સમયે આપી હોય તેવી ભેટ સોગાદો અથવા તેના સબંધમાં લાગુ પડશે નહિ. જોગવાઇ કરવામાં આવી છે કે આ અધીનિયમ અન્વયે કરેલા નિયમો અનુસાર રાખેલ યદીમાં આવી ભેટ સોગાદો નોંધવી જોઇશે.

વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે આવી ભેટ સોગાદો નવવધૂ અથવા નવવધૂની કોઇ સગી વ્યકિતએ અથવા તેના વતી આપી હોય ત્યારે આવી ભેટ સોગાદો રિવાજના પ્રકારની હોવી જોઇએ અને તેની કિંમત જેણે અથવા જેનાં વતી આવી ભેટ સોગાદો આપવામાં આવી હોય તે વ્યકિતની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઇને વધુ ન હોવી જોઇએ.