દહેજની માંગણી કરવા માટે શિક્ષા
કોઇ વ્યકિત નવવધૂ અથવા પ્રસંગ પ્રમાણે વરરાજાના માતા પિતા અથવા બીજા સગા અથવા તેના વાલી પાસેથી સીધી અથવા આડકતરી રીતે દહેજની માંગણી કરે તે વ્યકિત શિક્ષાઃ- (( છ માસ કરતા ઓછી ન હોય તેટલી પણ બે વષૅ સુધીની કેદની અને દશ હજાર રૂપિયા સુધીનાં દંડની શિક્ષાને પાત્ર થશે)) જોગવાઇ કરવામાં આવી છે કે અદાલત ચુકાદામાં પૂરતા અને ખાસ કારણોની નોંધ કરીને છ માસ કરતા ઓછી મુદતની કેદની સજા કરી શકશે.
Copyright©2023 - HelpLaw