
જાહેર ખબર આપવા પર પ્રતિબંધ
જો કોઇ વ્યકિત પાક્ષિક સામાયિક અથવા બીજા કોઇપણ માધ્યમ દ્રારા (એ) કોઇપણ વતૅમાન પત્રમાં કોઇ જાહેર ખબર દ્રારા પોતાની મિલકતમાંનો કોઇ હિસ્સો અથવા કંઇ પણ નાણા અથવા બંન્ને કોઇ ધંધામાના હિસ્સા તરીકે અથવા બીજું કોઇ હિત પોતાના પુત્ર અથવા પુત્રી અથવા બીજા કોઇ સગાના લગ્ન માટેના અવેજ તરીકે આપવાની તૈયારી બતાવે (બી) ખંડ (એ)માં ઉલ્લેખ કરેલ કોઇ જાહેર ખબર છપાવે અથવા પ્રસિધ્ધ કરે અથવા ફેરવે શિક્ષાઃ- (( તો તે વ્યકિત છ માસ કરતા ઓછી નહી તેટલી પણ પાંચ વષૅ સુધીની કેદની અથવા પંદર હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે. ) જોગવાઇ કરવામાં આવી છે કે અદાલત ફેંસલામાં પૂરતા અને ખાસ કારણોની નોંધ કરીને છ માસ કરતાં ઓછી મુદતની કેદની સજા કરી શકશે.
Copyright©2023 - HelpLaw