પત્ની અથવા વારસોના લાભ માટેના દહેજની બાબત - કલમ;૬

પત્ની અથવા વારસોના લાભ માટેના દહેજની બાબત

(૧) જેના લગ્નમાં સબંધમાં આપવામાં આવી હોય તેવી સ્ત્રી સિવાયની કોઇ વ્યકિતએ કોઇ દહેજ મેળવ્યું હોય ત્યારે તે વ્યકિતએ (એ) દહેજ લગ્ન પહેલા મળેલ હોય તો લગ્નની તારીખ પછી ત્રણ માસમાં અથવા (બી) દહેજ લગ્ન સમયે અથવા પછી મળેલ હોય તો તે મળ્યાની તારીખ પછી ત્રણ માસમાં અથવા (સી) દહેજ સ્ત્રી સગીર હોય ત્યારે મળેલું હોય તો તેણીની અઢાર વર્ષની ઉંમર થાય ત્યારથી એક વષૅની અંદર તે સ્ત્રીને તબદીલ કરવી જોઇહે. આવી તબદીલી નિકાલ બાકી હોય તે દરમ્યાન સ્ત્રીના લાભ માટે ટ્રસ્ટી તરીકે ધારણ કરશે. (૨) પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૩) માં નિર્દેશ કરેલ મુદતમાં તેનાં દ્રારા ફરમાવ્યા પ્રમાણે કોઇ મિલકત કોઇ વ્યકિત તબદીલ ન કરે તો તે શિક્ષાઃ- (( છ માસ કરતાં ઓછી ન હોય તેટલી પરંતુ બે વષૅ સુધીની કેદની અથવા પાંચ હજાર રૂપિયા કરતા ઓછી ન હોય તેટલા પણ દશ હજાર સુધીના દંડની અથવા તે બન્ને શિક્ષાને પાત્ર થશે. )) (૩) પેટા કલમ (૧) અન્વયે કોઇ મિલકતની હકદાર સ્ત્રી તે મેળવે તે પહેલા મૃત્યુ પામે તો સ્ત્રીના વારસો તે સમયે મિલકત ધરાવતી વ્યકિત પાસેથી મેળવવા હકદાર રહેશે. જોગવાઇ કરવામાં આવી છે કે આવી વ્યકિત કુદરતી કારણો સિવાયના કોઇ કારણે તેણીના લગ્નના સાત વષૅની અંદર મૃત્યુ પામે તો આવી મિલકત (એ) જો તેણીને કોઇ બાળકો ન હોય તો તેણીના માતા પિતાને તબદીલ થશે અથવા (બી) જો તેણીને બાળકો હોય તો આવા બાળકોને તબદીલ થશે અને આવી તબદીલી દરમ્યાન આવા બાળકોના ટ્રસ્ટી તરીકે ધરાવી શકશે. (૩-એ) પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૩) થી ફરમાવ્યા પ્રમાણે કોઇ મિલકત તબદીલ ન કરવા માટે પેટા કલમ (૨) અન્વયે કોઇ વ્યકિત દોષિત ઠરી હોય અને તે પેટા કલમ અન્વયે દોષિત ઠરે તે પહેલા હકદાર સ્ત્રીને અથવા પ્રસંગ પ્રમાણે તેણીના વારસો માતા પિતા અથવા બાળકોને તબદીલ કરી હોય તો અદાલત તે પેટા કલમ મુજબ શિક્ષા કરવા ઉપરાંત લેખીતમાં હુકમ કરીને એવો આદેશ કરી શકશે કે આવી વ્યકિતએ એવી સ્ત્રીને અથવા પ્રસંગ પ્રમાણે તેણીના વારસો માતા પિતા અથવા બાળકોને તે મિલકત હુકમમાં નિર્દેશ કરવામાં આવે તેટલી મુદતની અંદર તબદીલ કરવી અને તેવી વ્યકિત એવી રીતે નિર્દેશ કરેલ મુદતની અંદર આદેશનું પાલન ન કરે તો મિલકતની કિંમત જેટલી રકમ જાણે કે આવી અદાલતે દંડ કર્યો હોય તે રીતે તેની પાસેથી વસૂલ કરી શકાશે અને અથવા બાળકોને આપી શકાશે. (૪) આ કલમમાંના કોઇ પણ મજકૂરથી કલમ ૩ અથવા કલમ ૪ ની જોગવાઇઓને બાધ આવશે નહી.