ગુનાની સુનાવણી - કલમ:૭

ગુનાની સુનાવણી

(૧) ક્રિમિનલ પોસીજર કોડ ૧૯૭૩ માં ગમે તે મજકૂર હોય તે છતા (એ) મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ અથવા પ્રથમ વગૅના જયુડીશિયલ મેજિસ્ટ્રેટથી ઉતરતા દરજજાની કોઇપણ અદાલત આ અધિનિયમ અન્વયે કોઇપણ ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકશે. (બી) કોઇપણ અદાલત આ અધીનિયમ મુજબ ગુનાની સુનાવણી કરી શકશે નહિ સિવાય કે (૧) આવો ગુનો બન્યાની હકીકતોની પોતાની જાણકારી અથવા પોલીસ રીપોર્ટ ઉપરથી અથવા (૨) ગુનાથી નારાજ થયેલી વ્યકિતએ અથવા આવી વ્યકિતના માતા પિતાએ અથવા બીજા કોઇ સગાએ અથવા માનવ કલ્યાણ સંસ્થા અથવા સંગઠન દ્રારા કોઇ ફરિયાદ કરી હોય તે સિવાય આ અધિનિયમ અન્વયે ગુનાની સુનાવણી કરી શકશે નહિ. (સી) આ કાયદા હેઠળ કોઇપણ ગુના માટે દોષિત ઠરાવેલી કોઇપણ વ્યકિત ઉપર આ કાયદાથી અધિકૃત કરેલ કોઇપણ સજા કરવાનું મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ અથવા પ્રથમ વગૅના જયુડીશીયલ મેજિસ્ટ્રેટને કાયદેસર સતા આપવામાં આવેલ છે.

સ્પષ્ટીકરણઃ- આ પેટા કલમના હેતુઓ માટે માનવ કલ્યાણ સંસ્થા અથવા સંગઠન એટલે આ માટે કેન્દ્ર અથવા રાજય સરકારે માન્ય કરેલ કોઇ સામાજિક કલ્યાણ સંસ્થા અથવા સંગઠન