અમુક હેતુઓ માટે કોગ્નીઝેબલ અને બીન જામીનપાત્ર અને માંડવાળ કરી ન શકાય તેવા ગણાશે. - કલમ:૮

અમુક હેતુઓ માટે કોગ્નીઝેબલ અને બીન જામીનપાત્ર અને માંડવાળ કરી ન શકાય તેવા ગણાશે.

(૧) ક્રિમિનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ અન્વયેના ગુના જાણે કે (એ) આવા ગુનાની પોલીસ તપાસના હેતુ માટે અને (બી) (૧) તે કાયદાની કલમ ૪૨માં જણાવેલી બાબતો (૨) વોરંટ સિવાય અને મેજિસ્ટ્રેટનાં હુકમ સિવાય વ્યકિતની ધરપકડ કરી હોય તે સિવાયની બાબતોના હેતુ માટે કોગ્નીઝેબલ ગુના હોય તેમ લાગુ પડશે. (૨) આ અધિનિયમ અન્વયેનો દરેક ગુનો બીન જામીનપાત્ર અને માંડવાળ કરી ન શકાય તેવો ગણાશે.