
દહેજ પ્રતિબંધક અધિકારીઓ
(૧) રાજય સરકાર પોતે યોગ્ય ગણે તેટલી સંખ્યામાં દહેજ પ્રતિબંધક અધીકારીઓ નીમી શકશે જેના સબંધમાં તેઓ પોતાની હકૂમત અને આ અધિનિયમ અન્વયેની સતા વાપરશે તે નિર્દિષ્ટ કરી શકશે. (૨) દરેક દહેજ પ્રતિબંધક અધિકારી નીચેની સતા વાપરશે અને કાર્યો બજાવશે. (બી) શકય હોય તેટલે સુધી દહેજ લેતા અથવા લેવામાં મદદગારી કરતાં અથવા માંગણી કરતા અટકાવવાની (સી) અધિનિયમ હેઠળ ગુનો કરતી વ્યકીત ઉપર ફરિયાદ કરવા માટે જરૂરી હોય તેવા પુરાવા એકઠા કરવાની અને (ડી) રાજય સરકાર તેને સોંપે અથવા આ અધિનિયમ હેઠળ કરેલા નિયમોમાં નિર્દેશ કરવામાં આવે તેવા વધારાના કાર્યો (૩) રાજય સરકાર ગેઝેટમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને દહેજ પ્રતિબંધક અધિકારી તે જાહેરનામામાં નિદિષ્ટ કરવામાં આવે તેવા પોલીસ અધિકારીને સતા આપી શકશે જેઓ આ અધિનિયમ અન્વયે કરેલા નિયમોથી નિર્દિષ્ટ કરવામાં આવે તેવી મયૅાદા અને શરતોને આધીન રહીને તેવી સતા વાપરશે. (૪) રાજય સરકાર દહેજ પ્રતિબંધક અધિકારીને આ અધિનિયમ હેઠળ પોતાના કાયૅ કાયૅક્ષમ રીતે બજાવવામાં મદદ કરવાના અને સલાહ આપવાના હેતુ માટે જેના સબંધમાં પેટા કલમ (૧) અન્વયે દહેજ પ્રતિબંધક અધિકારી હકૂમત વાપરતા હોય તે વિસ્તારમાંથી પાંચ કરતા વધુ ન હોય તેવા સમાજ કલ્યાણ કાયૅકરોનું ( જેમાના ઓછામાં ઓછા બે સ્ત્રી કાયૅકરો હોવા જોઇએ ) સલાહકાર મંડળ નીમી શકશે
Copyright©2023 - HelpLaw