નિયમો કરવાની સતા - કલમ:૯

નિયમો કરવાની સતા

(૧) કેન્દ્ર સરકાર આ અધિનિયમના હેતુઓ પાર પાડવા માટે નિયમો કરી શકશે. (૨) ખાસ કરીને અને પૂવૅવતી સતાની વ્યાપકતાને બાધ આવ્યા સિવાય આવા નિયમોથી નીચેના માટે જોગવાઇ કરી શકશે. (એ) કયાં નમૂનામાં અને કઇ રીતે અને કઇ વ્યકિતઓએ કલમ-૩ની પેટા કલમ (૨)માં ઉલ્લેખ કર્યં મુજબ ભેટ સોગાદની યાદી રાખવી જોઇશે તે બાબતે અને તેની સાથે સંકળાયેલી બીજી તમામ બાબતો અને (બી) આ અધિનિયમના અમલ સબંધી નીતિ અને પગલાંના સાર સંકલન બાબત (૩) આ કલમ અન્વયે કરેલા દરેક નિયમ તે કરવામાં આવે કે તે પછી બનતી ત્વરાએ સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે સંસદના દરેક ગૃહ સમક્ષ એક જ સત્રમાં અથવા લાગલગાટ બે કે વધુ સત્રોમાં મળીને કુલ ત્રીસ દિવસની મુદત સુધી મૂકવો જોઇશે અને ઉપયુકત સત્ર અથવા લાગલગાટ સત્રોની તરત પછી આવતું સત્ર પૂરૂ થતા પહેલા બંન્ને ગૃહો તે નીયમોમાં કોઇ ફેરફાર કરવા સંમત થાય અથવા બંન્ને ગૃહો એમ સંમત થાય કે તે નિયમ કરવો જોઇએ નહી તો તે નિયમ ત્યાર પછી પ્રસંગ પ્રમાણે એવા ફેરફાર કરેલા સ્વરૂપમાં જ અમલમાં રહેશે અથવા અમલમાં રહેશે નહી. પરંતુ તે એવી રીતે કે એવો કોઇ ફેરફાર થવાથી તે રદ થવાથી તે નિયમ હેઠળ અગાઉ કરેલ કોઇપણ કાયૅની કાયદેસરતાને બાધ આવશે નહી.