નિયમો કરવાની રાજય સરકારની સતા
(૧) રાજય સરકાર સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને આ અધિનિયમના હેતુઓ પાર પાડવા માટે નિયમો કરી શકશે. (૨) ખાસ કરીને અને પૂવૅવતી સતાની વ્યાપકતાને બાધ આવ્યા સિવાય આ નિયમોથી નીચેની તમામ અથવા કોઇપણ બાબત માટે જોગવાઇ કરી શકશે. (એ) કલમ ૮-બી ની પેટા કલમ (૨) અન્વયે દહેજ પ્રતિબંધક અધિકારીએ બજાવવાના વધારાના કાર્યો બાબત (બી) કલમ ૮-બી ની પેટા કલમ (૩) અન્વયે જેને આધીન રહીને દહેજ પ્રતિબંધક અધિકારી પોતાના કાર્યો બજાવી શકશે તે મયૅાદાઓ અને શરતો બાબત (૩) આ કલમ મુજબ રાજય સરકારે કરેલ દરેક નિયમ તે કરવામાં આવે તે પછી જેમ બને તેમ જલદી રાજય વિધાનમંડળ સમક્ષ મૂકવો જોઇશે.
Copyright©2023 - HelpLaw