વ્યાખ્યા
આ અધિનિયમમાં સંદભૅથી અન્યથા ન હોય તો (ક) સમિતિ એટલે આ અધિનિયમના હેતુઓ માટે રાજય સરકાર વખતો વખત જાહેર કરે તેવી જિલ્લા કલેકટરની અધ્યક્ષતા હેઠળની સમિતી (ખ) સરકાર એટલે ગુજરાત સરકાર (ગ) જમીન માં જમીનમાંના અથવા તેની ઉપરના હકકનો જમીન અને મકાનો માળખા અને ભૂમિ સાથે જોડાયેલી બીજી વસ્તુઓ અથવા ભૂમિ સાથે જોડાયેલી કોઇ વસ્તુ સાથે કાયમીપણે બંધાયેલી કોઇ વસ્તુમાંથી ઊભા થનારા લાભો થનારા લાભોનો સમાવેશ થાય છે. (ઘ) જમીન પચાવી પાડનાર એટલે જમીન પચાવી પાડનાર વ્યકિત અને તેમાં કોઇ વ્યકિતને જમીનોનો ગેરકાયદેસર કબ્જો લેવા માટે અથવા એવી જમીન ઉપર અનધિકૃત માળખાના બાંધકામ માટે નાણાકીય સહાય કરે અથવા એવી જમીનોના ભોગવટેદારો પાસેથી ગુનાહીત ધાકધમકીથી ભાડું વળતર અને બીજા ચાર્જ વસૂલ કરે અથવા વસૂલવાનો પ્રયત્ન કરે અથવા ઉપર જણાવેલા કૃત્યો પૈકી કોઇ કૃત્ય કરવામાં મદદગારી કરે તેવી કોઇ વ્યકિતનો સમાવેશ થાય છે અને તેમાં કિંત ઉતરાધિકારીઓનો પણ સમાવેશ થાય છે. (ચ) જર્મીન પચાવી પાડવી એટલે બળ ધમકી ગુનાહીત ધાકધમકી અને છળકપટનો ઉપયોગ કરીને અથવા તે વિના (સરકાર જાહેર ક્ષેત્રના ઉપક્રમ (અન્ડરટેકિંગ) સ્થાનિક સતામંડળ ધાર્મિક અથવા સખાવતી સંસ્થા અથવા બીજી કોઇ ખાનગી વ્યકિતની માલિકીની હોય તેવી) કોઇ જમીન જેના પર તેને અથવા તેમને કોઇ માલિકી માલિકીહકક અથવા પ્રત્યક્ષ કબજો ન હોય અને કોઇ કાયદેસરના અધિકાર વગર અને તેવી જમીનનો ગેરકાયદેસર કબજો લેવાના આશયથી અથવા એવી જમીન પર ગેરકાયદેસર કબજા ભોગવટા હકક અથવા પટો અથવા પરવાનો કબૂલાત અથવા તબદિલી અથવા વેચાણ ઊભા કરવા અથવા વેચાણ અથવા ભાડાં અથવા ઉપયોગ અથવા ભોગવટા માટે તેના ઉપર અનધિકૃત માળખા ઊભા કરવા માટે કોઇ જમીનનો ભોગવટો કરવાની અથવા ભોગવો કરવાનો પ્રયત્ન કરવાની જમીન પચાવી પાડનારની દરેક પ્રવૃત્તિ અને પચાવી પાડેલી જમીન એ શબ્દોનો તદનુસાર અથૅ થશે. (છ) વ્યકિત માં વ્યકિતઓના સમૂહ અથવા મંડળનો એસોસિએશન અથવા કંપની અથવા સંસ્થાપિત હોય કે ન હોય તેવી કોઇ ધામિક અથવા સખાવતી સંસ્થા અથવા દેણગીનો સમાવેશ થાય છે. (જ) ઠરાવેલુ એટલે આ અધિનિયમ હેઠળ કરેલા નિયમોથી ઠરાવેલુ (ઝ) વિશેષ કોટૅ એટલે કલમ ૭ હેઠળ કરેલા નિયમોથી ઠરાવેલું (2) અનધિકૃત બાંધકામ (માળખા) એટલે સક્ષમ સતાધિકારીની સ્પષ્ટ લેખિત પરવાનગી વિના અથવા આવા વિસ્તારમાં તત્સમયે અમલમાં હોય તેવા અન્ય કોઇ કાયદા અનુસાર હોય તે સિવાય (આવા વિસ્તારમાં) કરવામાં આવેલું કોઇ બાંધકામ (ઊભું કરેલુ માળખું)
Copyright©2023 - HelpLaw