
જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ
(૧) કોઇપણ વ્યકિતએ પોતે અથવા બીજી કોઇ વ્યકિત મારફત જમીન પચાવી પાડવી અથવા પચાવી પડાવવી જોઇશે નહી. (૨) આ અધિનિયમના આરંભની તારીખે અથવા તે પછી સરકારની સ્થાનિક સતામંડળની ધામિક અથવા સખાવતી સંસ્થાની અથવા દેણગીની અથવા અન્ય ખાનગી વ્યકિતની પચાવી પાડેલી જમીનના કાયદેસર ભાડૂત તરીકે હોય તે સિવાય તેનો ભોગવટો ચાલુ રાખે તેવી કોઇ વ્યકિત આ અધિનીયમ હેઠળ ગુના માટે દોષિત ગણાશે. (૩) પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૨) ની જોગવાઇઓનું ઉલ્લંઘન કરે તેવી કોઇપણ વ્યકિતને દોષિત ઠયૅ થી શિક્ષાઃ- (( દસ વષૅ કરતા ઓછી નહીં પણ ચૌદ વષૅની મુદત સુધની કેદની અને એવી મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડની શિક્ષા થશે ))
Copyright©2023 - HelpLaw