જમીન પચાવી પાડવાના સબંધમાં અન્ય ગુના બદલ શિક્ષા - કલમ:૫

જમીન પચાવી પાડવાના સબંધમાં અન્ય ગુના બદલ શિક્ષા

આ અધિનિયમની જોગવાઇઓનું ઉલ્લંઘન કરીને જમીન પચાવી પાડવાના ઇરાદાથી અથવા તેવી કોઇ જમીન પચાવી પાડવાના સબંધમાં જે કોઇપણ વ્યકિત (ક) પચાવી પાડેલી કોઇ જમીનનું વેચાણ કરે અથવા ફાળવે અથવા તેનું વેચાણ અથવા ફાળવણી કરવા માટે આપવાની તૈયારી બતાવે અથવા જાહેરાત કરે અથવા વેચાણ અથવા ફાળવણીના હેતુ માટે તેનો કબજો ધરાવે (ખ) જમીન પચાવી પાડવા માટે કોઇ વ્યકિતને ઉતેજન આપે અથવા ઉશ્કેરણી કરે (ગ) પચાવી પાડેલ જમીનનો ઉપયોગ કરે અથવા વેચાણ અથવા ફાળવણી સાથે સંકળાયેલા હેતુઓ માટે ઇરાદાપૂવૅક (જાણીબુઝીને) ઉપયોગ કરાવે અથવા ઉપયોગ કરવાની પરવાનગી આપે અથવા (ઘ) તેવી જમીન પર કોઇ માળખા અથવા મકાનના બાંધકામ માટેનો કરાર કરે (ચ) કોઇ વ્યકિત પાસે ઉપર જણાવેલા કૃત્યો પૈકી કોઇપણ કૃત્યો કરાવડાવે અથવા કરાવે અથવા કરાવવાનો પ્રયત્ન કરે શિક્ષાઃ- (( તેને દોષિત ઠયૅથી દસ વષૅ કરતા ઓછી નહી પણ ચૌદ વષૅની । મુદત સુધની કેદની અને એવી મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડની શિક્ષા થશે. ))