
કંપનીઓએ કરેલા ગુના
(૧) આ અધિનિયમની જોવાઇઓનું ઉલ્લંઘન કરતી વ્યકિત કંપની હોય તો ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તે સમયે કંપનીનો હવાલો ધરાવતી હોય અને કંપનીના કામકાજના સંચાલન માટે કંપનીને જવાબદાર હોય તેવી દરેક વ્યકિત તેમજ કંપની તે ઉલ્લંઘન માટે દોષિત ગણાશે અને તેની સામે કાયૅવાહી ચલાવી શકાશે અને તદનુસાર તેમને શિક્ષા કરી શકાશે. પરંતુ એવી કોઇ વ્યકિત એમ સાબિત કરે કે તે ઉલ્લંઘન તેની જાણ બહાર થયું હતુ અથવા તેવુ ઉલ્લંઘન થતું અટકાવવા માટે તેણે તમામ યોગ્ય કાળજી રાખી હતી તો તે આ પેટા કલમના કોઇપણ મજકૂરથી કોઇ શિક્ષાને પાત્ર થશે નહી. (૨) પેટા કલમ (૧)માં ગમે તે મજકૂર હોય તેમ છતા આ અધિનિયમ હેઠળનો કોઇ ગુનો કંપનીએ કર્યો હોય અને એમ સાબિત થાય કે ગુનો કંપનીના કોઇ ડિરેકટર મેનેજર સેક્રેટરી અથવા બીજા અધિકારીની સંમતિથી અથવા તેમની મૂકસંમતિથી કરવામાં આવ્યો છે અથવા તેમના પક્ષે થયેલી કોઇ બેદરકારીને કારણે થયો છે. ત્યારે તેવા ડિરેકટર મેનેજર સેક્રેટરી અથવા બીજા અધિકારી પણ તે ગુના માટે દોષિત હોવાનુ ગણાશે અને તેમની સામે કામ ચલાવી શકાશે અને તદનુસાર તેમને શિક્ષા થઇ શકશે. સ્પષ્ટીકરણ:- આ કલમના હેતુઓ માટે (ક) કંપની એટલે કોઇ સંસ્થાપિત મંડળ અને તેમાં પેઢી અથવા વ્યકિતઓના બીજા એસોસિયેશનનો સમાવેશ થાય છે અને (ખ) પેઢીના સબંધમાં ડિરેકટર એટલે પેઢીનો ભાગીદાર
Copyright©2023 - HelpLaw