
વિશેષ કોટૅની રચના
(૧) રાજય સરકાર ગુજરાત હાઇકોટૅના મુખ્ય ન્યાયમૂતિની સહમતિથી રાજપત્રમાં જાહેરનામાંથી જાહેરનામામાં નિદિષ્ટ કરવામાં આવે તેવા વિસ્તાર અથવા વિસ્તારો માટે અથવા તેવા કેસ અથવા કેસોના વગૅ કે જૂથ માટે એક અથવા વધુ વિશેષ કોટૅની ૨ ના કરી શકશે. (૨) કોઇ વિશેષ કોટૅની હકૂમતના સબંધમાં કોઇ પ્રશ્નન ઊભો થાય ત્યારે તે રાજય સરકારને પુછાણ અથૅ મોકલી આપવી જોઇશે અને આ બાબતમાં તેમનો નિણૅય આખરી ગણાશે. (૩) વિશેષ કોર્ટનું અધ્યક્ષસ્થાન ગુજરાત હાઇકોટૅના મુખ્ય ન્યાયમૂતિની સહમતિથી રાજય સરકારે નીમેલા જજ લેશે. (૪) રાજય સરકાર ગુજરાત હાઇકોટૅના મુખ્ય ન્યાયમૂતિની સહમતિથી વિશેષ કોટૅની હકૂમતનો ઉપયોગ કરવા માટે અધિક જજોની નિમણૂંક પણ કરી શકશે. (૫) કોઇપણ વ્યકિત વિશેષ કોટૅના જજ અથવા અધિક જજ તરીકે નિમણૂંક માટે લાયક ગણાશે નહિ સિવાય કે તે આવી નિમણૂંકની તરત પહેલા સેશન્સ જજ અથવા જિલ્લા જજ હોય અથવા રહી ચૂકયા હોય (૬) સરકાર વખતોવખત રાજપત્રમાં જાહેરનામાંથી પેટા કલમ (૧) હેઠળ રચવામાં આવેલી વિશેષ કોટૅની પુનરૅચના કરી શકશે અને કોઇપણ સમયે તેવા જ જાહેરનામાંથી આવી વિશેષ કોટૅ નાબૂદ કરી શકશે. (૭) વિશેષ કોટૅના જજ પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી ત્રણ વષૅની મુદત સુધી અથવા પેટા કલમ (૬) હેઠળ વિશેષ કોટૅની પુનરૅચના કરવામાં આવે અથવા તે નાબૂદ કરવામાં આવે તે બેમાંથી જે વહેલુ હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે
Copyright©2023 - HelpLaw