વિશેષ કોર્ટની કાર્યરીતિ અને સત્તા - કલમ:૯

વિશેષ કોર્ટની કાર્યરીતિ અને સત્તા

(૧) વિશેષ કોર્ટે આપ મેળે અથવા કોઇ વ્યક્તિ અથવા વિલ્લા કલેકટરે અધિકૃત કરેલા કોઇ અધિકારી દ્રારા કરાયેલી અરજી પરથી આ અધિનિયમના આરંભ પહેલાના અથવા પછીના જમીન પચાવી પાડવાના કોઇ કહેવાતા કૃત્યને કારણે અથવા પચાવી પાડેલી જમીનની માલિકી અને માલિકી હકક અથવા પચાવી પાડેલી જમીનનો કાયદેસર કબજો હોવાના સબંધમાંથી ઉદભવતા દરેક કેસની ન્યાયિક નોંધ લઇ શકરો અને તે અંગેની અદાલતી કાયૅવાહી કરી શકશે અને પોતાને યોગ્ય જણાય તેવા (વચગાળાના આદેશો આપતા હુકમો સહિત) હુકમો કરી શકશે. (૨) દિવાની કાયૅરીતિ અધિનિયમ ૧૯૦૮ માં ગમે તે મજકૂર હોય તેમ છતા આ અધિનિયમ હેઠળના જમીન પચાવી પાડવાના કહેવાતા કૃત્ય અથવા પચાવી પાડેલી કોઇ જમીનના માલિકીહકક અને માલિકી અથવા તેનો કાયદેસરનો કબજો નકકી કરવાના પ્રશ્નન સબંધી કોઇ કેસ આ અધિનિયમની જોગવાઇઓને આધીન રહીને વિશેષ કોર્ટમાં અદાલતી કાર્યવાહીને પાત્ર થશે અને વિશેષ કોર્ટનો નિર્ણય આખરી રહેશે. (૩) દિવાની કાયૅરીતિ અધિનિયમ ૧૯૦૮ માં ગર્મ મજકૂર હોય તેમ છતાં વિશેષ કોર્ટે દિવાની જવાબદારી નકકી કરતી વખતે કુદરતી ન્યાયના સિધ્ધાંતો અને નિષ્પક્ષ વ્યવહાર સાથે અસંગત ન હોય તેવી અને આ અધિનિયમ અને તે હેઠળ કરેલા કોઇ નિયમોની અન્ય જોગવાઇઓને આધીન રહીને તેના પોતાની કાયૅરીતિ અનુસરી શકશે. (૪) ફોજદારી કાયરીતિ અધિનિયમ ૧૯૭૩ માં ગમે તે મજકૂર હોય તેમ છતાં આ અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર હોય તેવા તમામ ગુનાની અદાલતી કાયૅવાહી કરવાનું વિશેષ કોર્ટે માટે કાયદેસર રહેશે. (૫) વિશેષ કોર્ટ જમીન પચાવી પાડનાર સામે દિવાની અને ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની હોય તેવા હુકમ અંગે નિર્ણય કરશે. બંને દિવાની અને ફોજદારી કાયૅવાહીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાનો નિણૅય અથવા હુકમ આપવો કેક નહીં તે વિશેષ કોર્ટની મનસુફી અનુસાર રહેશે. ફોજદારી કાયૅવાહી દરમ્યાન દાખલ કરવામાં આવેલા પુરાવાનો ઉપયોગ દિવાની જવાબદારી અંગેની અદાલતી કાર્યવાહી કરતી વખતે કરી શકાશે પરંતુ દિવાની કાર્યવાહીઓમાં રજૂ કરેલો વધારાનો પુરાવો કોઇ હોય તો ફોજદારી જવાબદારી નકકી કરતી વખતે વિશેષ કોર્ટ દ્રારા વિચારણામાં લેવો જોઇશે નહી. વિશેષ કોર્ટ સમક્ષ જમીન પચાવી પાડવાનો અથવા તે ગુનામાં મદદ કરવાનો આરોપ જેના પર મૂકવામાં આવ્યો હોય તેવી કોઇ વ્યકિત બચાવ માટે સક્ષમ સાક્ષી રહેશે અને તેની સામે અથવા ફોજદારી કાર્યવાહીમાં જેની પર તહોમત મૂકવમાં આવ્યું હોય તેવી તેની સાથેની કોઇ વ્યકિત સામે કરેલા તહોમતનું ખંડન કરવા માટે સૌગંદપૂર્વક પુરાવા રજૂ કરી શકશે. પરંતુ તેને તેની પોતાની લેખિતમાં વિનંતી સિવાય સાક્ષી તરીકે બોલાવવો જોઇશે નહી અથવા પુરાવો રજૂ કરવાની તેની નિષ્ફળતાને કોઇ પક્ષકારો અથવા વિશેષ કોર્ટ દ્રારા કોઇ ટિપ્પણીનો વિષય બનાવવામાં આવે અથવા તે જ કાર્યવાહીમાં તેનો અથવા તેની સાથે તહોમત મૂકવામાં આવ્યું હોય તેવી કોઇ વ્યકિત સામે કોઇ અનુમાન કરવામાં આવે તે સિવાય સાક્ષી તરીકે બોલાવવો જોઇશે નહીં. (૬) પેટા કલમ (૧) હેઠળના દરેક કેસનો આખરી નિકાલ વિશેષ કોર્ટ દ્રારા તેની સમક્ષ કેસ શરૂ કયાની તારીખથી શકય હોય ત્યાં સુધી છ મહિનાની મુદતની અંદર કરવો જોઇશે. (૭) જમીન પચાવી પાડવાના કોઇ કહેવાતા કૃત્યના સબંધમાં વિશેષ કોર્ટનું દરેક તારણ જમીન પચાવી પાડવાની હકીકત અને આવી જમીન જેણે પચાવી પાડી હોય તેવી વ્યકિતઓ અંગેનો નિણ યક પુરાવો રહેશે તથા પચાવી પાડેલી જમીનના માલિકીહકક અને માલિકી અથવા કાયદેસરનો કબજો નકકી કરવાના સબંધમાં વિશેષ કોર્ટનો દરેક ચુકાદો આવી જમીનમાં હિતસબંધ ધરાવતી તમામ વ્યકિતઓ પર બંધનકર્તા રહેશે. (૮) જમીન પચાવી પાડવાનો ગુનો સાબિત થાય ત્યારે વિશેષ કોર્ટે પોતાને યોગ્ય લાગે તે રીતે જરૂરી હોય તો મિલકત જે કોઇ બીજી વ્યકિતના કબજામાં હોય તેની પાસેથી બળપૂર્વક ખાલી કરાવ્યા પછી તે વ્યકિતને જમીન પાછી સોંપવાનો હુકમ કરી શકશે. (૯) વિશેષ કોર્ટ માટે ન્યાયના હિતને ઉતેજન આપવા માટે તેને યોગ્ય જણાય તેવો હુકમ કરવો કાયદેસર ગણાશે તે (વિશેષ કોર્ટ) પચાવી પાડેલી જમીનના ગેરકાયદેસર કબજા માટે નાણાંના સબંધમાં વળતર આપી શકશે કે જે હુકમની તારીખે પચાવી પાડેલી જમીનની જંત્રીની કિંમતને અને જમીન પચાવનાર દ્રારા પચાવી પાડેલી જમીનના માલિકને ચૂકવવાપાત્ર જમીનમાંથી ઉપાર્જિત થયેલા નફાને સમકક્ષ રકમ કરતા ઓછું હોવું જોઇશે નહી અને તેના કાયદેસરના માલિકને પચાવી પાડેલી જમીનની પુનઃ સોંપણી કરવાનો આદેશ કરી શકરી આ રીતે આપેલા વળતર અને નફાની રકમ કોઇ હોય તો તે સરકાર માલિક હોય તેવા કિસ્સામાં જમીન મહેસૂલની બાકી તરીકે અથવા બીજા કોઇ કેસમાં વિશેષ કોર્ટ દ્રારા અમલ કરવાના દિવાની કોર્ટના હુકમનામા તરીકે વસૂલ કરવી જોઇશે. પરંતુ વિશેષ કોર્ટ આ પેટા કલમ હેઠળ હુકમ કરતાં પહેલા જમીન પચાવી પાડનારને આ સબંધમાં તેની રજૂઆત કરવાની અથવા પુરાવો કોઇ હોય તો તે રજૂ કરવાની તક આપવી જોઇશે અને આવી રજૂઆત અને પુરાવા પર વિચારણા કરવી જોઇશે.