
સાબિતીનો બોજો
(૧) આ અધિનિયમ હેઠળની કોઇ કાયૅવાહીઓમાં જમીન પચાવી પાડી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હોય અને આવી જમીન પ્રથમ દષ્ટિએ સરકાર અથવા ખાનગી વ્યકિતની માલિકીની હોવાનું પુરવાર થાય ત્યારે વિશેષ કોટૅ માની લેશે કે જેના પર જમીન પચાવી પાડી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હોય તેવી વ્યકિત જમીન પચાવી પાડનાર છે અને તેણે જમીન પચાવી પાડી નથી તેમ સાબિત કરવાની જવાબદારી આવી વ્યકિત પર રહેશે. (૨) એવું પુરવાર થાય કે જમીન પચાવી પાડનાર અથવા તેના વતી કોઇ વ્યકિત કોઇપણ સમયે જેનું સંતોષકારક કારણ ન દશૅ વી શકે તેવી જંગમ અથવા સ્થાવર મિલકતનો કબજો ધરાવે છે અથવા કબજો ધરાવ્યો હતો અથવા તેની આવકના જાણીતા સ્ત્રોતથી તેના નાણાંકીય સંશાધનો અપ્રમાણસર હોય ત્યોર કોટૅ વિરૂધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી એવું માનશે કે આવી મિલકત અથવા નાણાંકીય સંશાધનો જમીન પચાવી પાડનાર તરીકેની તેની પ્રવૃતિઓથી પ્રાપ્ત કરવામાં અથવા મેળવવામાં આવ્યા છે.
Copyright©2023 - HelpLaw