પોલીસ અધિકારી દ્રારા માહિતી નોંધવા અને તપાસ હાથ ધરવા બાબત - કલમ:૧૨

પોલીસ અધિકારી દ્રારા માહિતી નોંધવા અને તપાસ હાથ ધરવા બાબત

ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ માં ગમે તે મજકૂર હોય તેમ છતા (ક) આ અધિનિયમ હેઠળ ગુનો થયા વિશેની કોઇપણ માહિતી સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલી સમિતિ સાથે વિચાર વિનિમય કરીને જિલ્લા કલેકટરની પૂવૅમંજૂરી વગર પોલીસ અધિકારી દ્રારા નોંધવી જોઇશે નહી. (ખ) આ અધિનિયમની જોગવાઇ હેઠળ ગુનાની કોઇપણ તપાસ નાયબ પોલીસ અધિક્ષકના દરજજાથી ઊતરતા દરજજાના ન હોય તેવા પોલીસ અધિકારી અથવા રાજય સરકાર દ્રારા પોલીસ કમિશ્નરની નિમણૂંક કરવામાં આવી હોય તેવા વિસ્તારો માટે મદદનીશ પોલીસ કમિશ્નરના દરજજાથી ઊતરતા દરજજાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્રારા થવી જોઇશે.