શુધ્ધબુધ્ધિથી લીધેલા પગલાને રક્ષણ - કલમ:૧૪

શુધ્ધબુધ્ધિથી લીધેલા પગલાને રક્ષણ

આ અધિનિયમ અથવા તે હેઠળ કરેલા નિયમો હેઠળ શુધ્ધબુધ્ધિથી કરેલા અથવા કરવા ધારેલા કોઇપણ કૃત્ય માટે વિશેષ કોટૅના કોઇ અધિકારી અથવા કમૅચારી અથવા સરકારના કોઇ અધિકારી સામે કોઇપણ દાવો ફોજદારી કામ અથવા બીજી કાનૂની કાયૅવાહી માંડી શકાશે નહી.